ગતરાત્રીના પડેલ ધોધમાર બાદ આજે પણ સવારે પણ સારો એવો વરસાદ ચાલુ રહ્યો
છેલ્લા એકાદ મહિનાથી સમગ્ર સૌરાષ્ટ્રની સાથો સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના મોટાભાગના જળશયો છલકાઈ ગયા છે. જિલ્લાભરમાં નોંધપાત્ર વરસાદ થઈ ચુક્યો છે. જેમાં ભાવનગર શહેરમાં સિઝનનો ૧૦૧ ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓમાં પણ ૧૦૦ ટકા ઉપરાંત વરસાદ થઈ જવા પામ્યો છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલી વરસાદની આગાહીના પગલે ગઈકાલે પડેલા જોરદાર વરસાદના પગલે આજે સવારથી ફરી વરસાદી માહોલ છવાયા બાદ જોરદાર ઝાપટુ પડ્યુ હતું. અને બપોરે ૧ વાગ્યાથી શહેરમાં જોરદાર વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં સિઝનનો ૧૦૧ ટકા ઉપરાંત વરસાદ થઈ ગયો છે અને જળસંકટ ટળી ગયુ છે જિલ્લાની વાત કરીએ તો અન્ય તાલુકાઓમાં ઘોઘામાં ૧૧૦ ટકા, ગારીયાધારમાં ૧૦૨ તેમજ મહુવામાં સીઝનનો ૧૦૪ ટકા વરસાદ થઈ ચુક્યો છે. જો કે અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ સિહોર તાલુકામાં ૫૩ ટકા પડ્યો છે આજે સવારથી સિહોર પંથકમાં પણ જોરદાર વરસાદ શરૂ થયો હોવાના અહેવાલોે પ્રાપ્ત થઈ રહ્યા છે આમ ભાવનગર શહેર અને જિલ્લામાં આગાહીના પગલે જોરદાર વરસાદ પડ્યાના અહેવાલો સામે આવી રહ્યા છે.