તા.૨૬/૦૯ને રવિવાર નાં રોજ શહેર ભાજપા કાર્યાલય, પં દીનદયાળ ભવન ,ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા કિસાન સન્માન કાર્યક્રમયોજાયો હતો આ કાર્યક્રમમા માં ભાવનગર મહાનગરમાં વસતા પ્રાકૃતિક , ગાય આધારિત અને વિશિષ્ટ ખેતી કરતા ૧૫ પ્રગતિશીલ ખેડૂતોનું સનમાન પત્ર અને પુષ્પગુચ્છ થી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાનાં મહામંત્રી હિરેનભાઈ હિરપરા એ પોતાના વતકવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તેમણે હંમેશા ખેડૂત,ગાય અને ગામડા નો વિચાર કર્યો છે અને તેના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ મુકી અને તેના પરિણામ સ્વરૂપે આજે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને લોકો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને દરેક ખેડૂતોએ વેલ્યુ એડીશન એટલે કે પોતાના ઉત્પાદન ને પ્રોસેસ, પેકિંગ કરી પોતાનું ઉત્પાદન ડાયરેક્ટ બજારમાં વેચવું જોઈએ જેથી ખેડૂતોને પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહે અને ખેડૂતોની આવક માં વધારો થાય, ભારતીય જનતા પાર્ટી ,ભાવનગર મહાનગર શહેર અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે કિસાન મોરચાનો દરેક કાર્યકર્તા રાજ્ય અને કેન્દ્ર સરકાર ની વિવિધ યોજનાઓ ખેડૂતો સુધી લઈ જવા માટે વાહક બને અને વધારે માં વધારે ખેડૂતોને આ યોજનાઓનો લાભ મળે તે માટે પોતાની ભૂમિકા અદા કરે જેથી ખેડૂતોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ નો લાભ મળે, પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ભરતભાઈ મેરે જણાવ્યું હતું કે આપણે હાલમાં થતું શહેરીકરણ અને ગામડાં ભાંગતા અટકાવવા હશે તો આપણે પાકૃતિક ખેતી અપનાવ્યા સીવાય કોઈ છૂટકો નથી અને પ્રાકૃત્તિક ખેતી દ્રારા ખેડૂતોની આવક માં વધારો થશે અને ગામડું ફરી બેઠું થશે, કિસાન મોરચાનાં પ્રભારી વિનુભાઈ કથીરીયા એ જણાવ્યું હતું કે કોઈ ખેડૂત ગાય આધારિત, પ્રાકૃતિક ખેતી કરે તો પણ તેમની આવક વધારે થાય છે અને જીરો બજેટ એટલે કે ખર્ચ ઓછો થાય છે,આ પ્રસંગે પ્રદેશ કિસાન મોરચાના કોષાધ્યક્ષ સી. પી.સરવૈયા શહેર ભાજપા મહામંત્રી ડી.બી ચુડાસમા, શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ હરેશભાઈ મકવાણા, યુવા મોરચાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, યુવા મોરચાનાં શહેર અધ્યક્ષ મુકેશભાઈ ડાભી , મહામંત્રીઓ કિશનભાઈ મહેતા અને ભવદીપસિંહ ગોહિલ ,પૂર્વ નગરસેવક અને પ્રગતિશીલ ખેડૂત ડી .ડી. ગોહિલ , ભારતીય જનતા પાર્ટી,ભાવનગર મહાનગર કિસાન મોરચા ની સમગ્ર ટીમ અને ભાવનગરના પ્રગતીશીલ ખેડુતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ની શરૂઆત ભારત માતાના ફોટાને ફુલહાર અર્પણ કરી દીપ પ્રાગટય બાદ વંદે માતરમના સમૂહગાનથી કરેલ ત્યારબાદ મહેમાનોનું શબ્દો થી સ્વાગત કિસાન મોરચાના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે કરેલ, કાર્યક્રમનું સફળ સંચાલન કિસાન મોરચાના મહામંત્રી ઘનશ્યામભાઈ સોનાણી એ કરેલ અને અંતમાં આભારવિધિ કિસાન મોરચાના મહામંત્રી નીરવભાઈ કીકાણી એ કરેલ, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર કિસાન મોરચાનાં ઉપાધ્યક્ષ કિરીટસિંહ ચુડાસમા , ભરતભાઈ ગાંગાણી , જગદીશભાઈ મકવાણા , મંત્રી હરેશભાઈ વાળા , ગોપાલભાઈ જોગરાણા , રાજેન્દ્રસિંહ રાણા , રાકેશભાઈ અજવાળિયા ,આઈ ટી સહ ઈન્ચાર્જ મનજીભાઈ ડાભી અને રમેશભાઈ દિહોરા ,આઈ ટી સેલ ઈન્ચાર્જ પાર્થભાઈ કટુડિયા , સહ ઈન્ચાર્જ રમેશભાઈ મજીઠિયા અને ગિરિરાજસિંહ ગોહિલ , કિસાન મોરચા વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ અને સમગ્ર કિસાન મોરચા ટીમ દ્વારા આયોજન અને વ્યવસ્થા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.