ભાવનગર શહેર,બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તા.૨૬/૦૩-૨૦૧૫નાં રોજ નિતુભા છનુભા ગોહિલ રહે.ગણેશનગર-ર, ભાવનગરવાળાની હત્યા અંગેની ફરિયાદ તેનાં પત્નિએ દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ દરમ્યાન આરોપી દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગર તથા આ કામનાં ફરિયાદીની ધરપકડ કરવામાં આવેલ. જે અંગેનો કેસ નામ. સેશન્સ કોર્ટ,ભાવનગરમાં ચાલી જતાં બંને આરોપીઓને તા.૦૩/૧૧/૨૦૧૭નાં રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવેલ. આ ગુન્હાનાં કામે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ રહે.ખાંટડી તા.ઘોઘા ગઇ તા.૧૯/૦૭/૨૦૨૧ થી દિવસ-૧૫ની વચગાળાની રજા ઉપર છુટેલ. તેઓને તા.૦૪/૦૮/૨૦૨૧ નાં રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તેઓ સમયસર જેલમાં હાજર થયેલ નહિ અને ભાગતાં ફરતાં હતાં. ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં માણસો પો.હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ધર્મેન્દ્દસિંહ ગોહિલને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતાં અને વચગાળાની રજા ઉપરથી ભાગી ગયેલ પાકા કામનાં કેદી દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા હાલ જામનગર ખાતે રહે છે. જે માહિતી આધારે ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ જામનગર ખાતે જઇ તપાસ કરતાં દિવ્યરાજસિંહ જસુભા ગોહિલ ઉ.વ.૩૫ રહે.ખાંટડી તા.ઘોઘા જી.ભાવનગરવાળા સોઢા સ્કુલની બાજુમાં, પીયોનિક સોસાયટી, ખોડિયાર કોલોની,જામનગર ખાતેથી મળી આવેલ. તેઓને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં તેઓને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.