અર્જુન બિજલાની ખતરોં કે ખિલાડીનો વિનર બન્યો

427

મુંબઈ,તા.૨૭
રોહિત શેટ્ટીનાં સ્ટંટ બેઝ્‌ડ રિયાલિટી શો ખતરો કે ખિલાડીનો વિનર બની ગયો છે. તેની જાહેરાત પણ થઇ ગઇ છે. સૌને પાછળ પાડી એક્ટર અર્જુન બિજલાની રોહિત શેટ્ટીનાં શો કેકેકે૧૧નો વિનર બની ગયો છે. આ શો જીતવા પર અર્જુનને એક ટ્રોફી, એક નવી કાર મળી છે. તેમજ ઇનામમાં મોટી રકમ પણ મળી છે. અર્જુન બિજલાનીને ટક્કર આપવાં માટે દિવ્યાંકા ત્રિપાઠી અંત સુધી ટકી રહી. તે શોની ફર્સ્‌ટ રનરઅપ બની. દિવ્યાંકાને છેલ્લો ટાસ્ક પૂર્ણ કરવામાં ૨૦ સેકેન્ડનાં અંતરથી તે અર્જુન બિજલાનીથી હારી ગઇ. સ્ટંટ બેઝ્‌ડ રિયાલિટી શોમાં અર્જુન અને દિવ્યાંકા ઉપરાંત શ્વેતા તિવારી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને વરૂણ સૂદ ફાઇનલિસ્ટ હતાં. આ પહેલાં એક્ટરે કહ્યું હતું કે, કોરોના વાયરસને કારણે આ વખતનું ખતરો કે ખિલાડી ઘણું જ અલગ હતું. તેણે કહ્યું કે, આ વર્ષે આ શો જીતવા કે હારવાં માટે નથી. આ અમારી ઇચ્છા શક્તિને વધારવાં અને તેને ટકાવી રાખવા માટે છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આ વર્ષે શોમાં ભાગ લેનારા દરેક પ્રતિયોગી વિજેતા છે. કરાણ કે, આ એવી સ્થિતિ છે જેવી પહેલાં ક્યારેય ન હતી. અર્જુન વધુમાં કહે છે કે, ’આ સમય, પોતાને ડાર્ક ઝોન, અને નેગેટિવિટીથી બહાર કાઢવા અને ઉર્જા વધારવા માટે સરાહનીય છે.’ શૂટિંગ ઉપરાંત અર્જુને એક એવી સંસ્થા સાથે હાથ મેળવ્યાં છે જે દેશ ભરમાં હોસ્પિટલમાં કોવિડ રોગીઓ માટે બેડ શોધવામાં મદદ કરે છે.

Previous articleજેલમાંથી પેરોલ પર છુટી ફરાર થયેલ હત્યાના આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleવિરાટ કોહલી વિરુદ્ધ સિનિયર ખેલાડીએBCCIને ફરિયાદ કરી