દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે જામ, મેટ્રોની સર્વિસ પર અસર

130

ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાનની જનજીવન ખોરવાયું : દિલ્હી પોલીસે બોર્ડર પર પ્રેટ્રોલિંગ વધારી દીધું અને વધારાના પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા તથા ઉત્તર પ્રદેશ, હરિયાણાની પોલીસ એલર્ટ પર
નવી દિલ્હી, તા.૨૭
ત્રણેય કૃષિ કાયદાના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું છે. જે સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ખેડૂતોના ભારત બંધને લગભગ એક ડઝનથી વધુ રાજકીય પક્ષોએ સમર્થન કર્યું છે. બંધને જોતા દિલ્હી, યૂપી અને હરિયાણામાં પોલીસ એલર્ટ પર છે. ખેડૂતોના ભારત બંધની દરેક અપડેટૅ માટે અમારી સાથે જોડાયેલા રહો. ખેડૂતો કેએમપી એક્સપ્રેસ-વે પર બેઠેલા છે. તેને જોતા પોલીસે એક્સપ્રેસ-વે બંધ કરી દીધો છે. તે ઉપરાંત રેડ ફોર્ટની તરફ જનાર બંને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે છત્તા રેલ અને સુભાષ બંને સાઇડથી બંધ છે. કૃષિ કાયદા વિરૂદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોના અહિંસક સત્યાગ્રહ આજે પણ અખંડ છે. પરંતુ શોષણકાર સરકારને આ પસંદ નથી. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતએ કહ્યું કે એમ્બુલેંસ, ડોક્ટર અથવા ઇમરજન્સી સ્થિતિમાં પસાર થનાર લોકો જઇ શકે છે. અમે કશું જ સીલ કર્યું નથી, અમે ફક્ત એક સંદેશ મોકલવા માંગીએ છીએ. અમે દુકાનદારોને અપીલ કરીએ છીએ કે તે પોતાની દુકાનો અત્યારે બંધ રાખે અને સંજે ૪ વાગ્યા પછી જ ખોલે, બહારથી અહીં કોઇ ખેડૂત આવી રહ્યા નથી. દિલ્હી ટ્રાફિક પોલીસએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે ’ખેડૂત સંગઠનો તરફથી બોલાવવામાં આવેલા ભારત બંધને ધ્યાનમાં રાખતાં ઉત્તર પ્રદેશથી દિલ્હીના ગાજીપુર તરફથી જનાર ટ્રાફિક મૂવમેંટને રોકી દેવામાં આવી છે. ભારત બંધમાં સામેલ ખેડૂત સંગઠનોએ પંજાબ અને હરિયાણાની શંભૂ બોર્ડર બંધ કરી દીધી છે. એક ખેડૂતે જણાવ્યું કે ભારત બંધના આહવાનને જોતાં અમે સાંજે ચાર વાગ્યા સુધી શંભૂ બોર્ડર (પંજાબ-હરિયાણા બોર્ડર)ને બંધ કરી દીધી છે. ખેડૂતોના ભારત બંધની અસર દિલ્હી મેટ્રોની સર્વિસ પર અસર પડે છે. સુરક્ષાને જોતાં ગ્રીન લાઇનના પંડિત શ્રી રામ શર્મા મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ બંધ કરી દેવામાં આવ્યા છે. ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત યૂનિયન દ્વારા આહૂત ભારત બંધને જોતા દિલ્હી પોલીસે પહેલાં રાષ્ટ્રીય રાજધાનીની બોર્ડર પર પ્રેટ્રોલિંગ વધારી દીધું છે અને વધારાના પોલીસકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ અને હરિયાણાની પોલીસ પણ એલર્ટ પર છે. દિલ્હીની તરફ આવનાર તમામ ટ્રાફિક વાયા મહારજપુર, સીમાપુરી, તુલસી નિકેતનથી થઇ આગળ મોકલવામાં આવશે. લોની બોર્ડર તરફ અને આજથી દિલ્હી તરફ જનાર સમસ્ત ટ્રાફિકને વાયા લોની તિરાહા, ટીલા મોડ, ભોપુરા થઇને દિલ્હીની તરફ મોકલવામાં આવે. મેરઠ તરફથી આવનાર સમસ્ત ટ્રાફિક પરતાપુર મેરઠથી જ મેરઠ-દિલ્હી એક્સપ્રેસ વે પર વાળી દેવામાં આવશે. મેરઠ તરફથી આવનાર બાકી ટ્રાફિક કાદરાબાદ મોહિદ્દીનપુરથી હાપુડ તરફ મોકલવામાં આવશે. ગાજિયાબાદથી મેરઠ જનાર તમામ ટ્રાફીક મુરાદનગર ગંગનહરથી નિવાડી તરફ મોકલવામાં આવશે. યૂપી પોલીસના અનુસાર સોમવારે હાપુડ અને ગાજિયાબાદથી પેરિફેરલ વે પર ટ્રાફિક ચઢશે નહી. લોકો ડાસના અથવા નોઇડા થઇને પોતાની મંજિલ પર જઇ શકશે. તો બીજી તરફ નોઇડાથી આવનાર ટ્રાફિક ગાજિયાબાદ તરફથી ઉતરીને એનએચ-૯ થઇને પોતાની મંજિલ પર પહોંચી શકશે. જૂના બસ અડ્ડા તરફથી આવનાર તમામ ટ્રાફિક આરડીસી ફ્લાઇ ઓવરથી ઉતરીને જમણી તરફ વળીને વાયા આરડીસી, હિંટ ચોક, આલ્ટ સેંટર, વિજળી ઘર, એનડીઆરએફ થઇને હાપુડ તરફ જઇ શકશે. મેરઠ તરફથી આવનાર ટ્રાફિક પેરિફેરલ વે ચઢી શકશે નહી. તેમણે વાયા એએલટી ચોક, મેરઠ તિરાહા થઇને પોતાની મંજિલ તરફ જવું પડશે. દુહાઇથી કોઇપણ વાહન પેરિફેરલ વે દ્વારા ડાસના તરફ જઇ શકશે નહી.

Previous articleડિજિટલ હેલ્થ મિશન : યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે
Next article૩૧ ઓક્ટોબર સુધી પેન્ડિંગ ફાઈલ્સના નિકાલનો આદેશ