આજે યોજાયેલી મનપાની સાધારણ સભામાં બંને હોદેદારોની વરણી કરવામા આવી
ભાવનગર મહાપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની સાધારણ સભા આજે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી આ મળેલી સભામાં શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તી કરવામાં આવી હતી.
આજે ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે ચેરમેન અને વાઈસ ચેરમેનના જે નામો નક્કી કર્યા હતા તે બંધ કવર આજે મળેલી સભામાં ખોલી નામો જાહેર કરાતા જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન પદે શિશિર ત્રિવેદી અને વાઈસ ચેરમેન પદે રાજદિપસિંહ જેઠવાના નામો જાહેર કરાયા હતા. નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ઉપસ્થિત તમામ આગેવાનો અને કોંગ્રેસના એક માત્ર શિક્ષણસમિતિના સદસ્ય પ્રકાશભાઈ વાઘાણીએ શુભેચ્છા પાઠવી હતી. આજે મળેલી સભામાં ભાજપના મહામંત્રી ડી.બી. ચુડાસમા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નિલેશભાઈ રાવળ પૂર્વ વાઈસ ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. હાલમાં શિક્ષણ સમિતિમાં ભાજપના 11 કોંગ્રેસનો એક બિન સરકારી બે સરકારી એક પ્રતિનિધિઓ-સદસ્યો છે. નવ નિયુક્ત ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની અંદર 55 પ્રાથમિક શાળાઓ આવેલી છે આ તમામ શાળાઓમાં આવનારા દિવસોમાં બાળકોનું શિક્ષણમાં સુધારા થાય તેવા નિર્ણય લેવામાં આવશે અને બાળકોનું જીવન ધોરણ સુધારવામાં આવશે. 55 શાળાઓમાં 25 હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.