250થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો
વલ્લભીપુરમાં આવેલ વાઘામહારાજની જગ્યા, પાટીવાડા ખાતે રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા 14મો વિનામૂલ્યે આંખની તપાસ તથા મોતિયાનો ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો.
વલ્લભીપુરમાં તારીખ 28 સપ્ટેમ્બરને મંગળવારે સવારે 9 થી 12 દરમિયાન વાઘામહારાજની જગ્યા, પાટીવાડા ખાતે રણછોડદાસજીબાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ આયોજિત તેમજ સ્વ. ભુપતભાઇ પી. લંગાળિયાના સ્મરણાર્થે (માનવ સેવા ગ્રુપ)ના નિકુંજભાઈ બી લંગાળિયા, રામજીભાઈ કાલાણી, સંદીપભાઈ ગોહેલ, રાજભા ગોહિલ, નારશંગભાઈ મોરી, ભાવેશભાઈ વાઘેલા દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ તેમજ વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનો 14મો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોતિયા બિંદના 116 દર્દીની તપાસ કરવામાં આવી હતી. જ્યારે 150 દર્દીઓની આંખના નંબરની તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન રાહતદરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે મોતિયાના ઓપરેશન માટે 45 દર્દીઓને રાજકોટ રિફર કરાયા હતા. સમયાંતરે વલ્લભીપુરમાં યોજાતો આંખોની બીમારી માટેનો કેમ્પ દર્દીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લેતા થયા છે.