દામનગરમાં શો-રૂમમાંથી લાખોના મોબાઈલોની ચોરીમાં બે ઝડપાયા

1459
guj3042018-5.jpg

દામનગરમાં શિવશÂક્ત મોબાઈલ શો-રૂમમાંથી લાખોના મોબાઈલોની ચોરી કરનાર ગારિયાધારના માંડવી ગામના બે તસ્કરોને દામનગર પોલીસે ઝડપી લીધા છે.
દામનગરમાં તા.ર૬-ર૭ની રાત્રે અજમેરા શોપીંગ સેન્ટરમાં શિવશÂક્ત મોબાઈલના શો રૂમનું શટર તસ્કરોએ તોડી મોટી રકમના મોબાઈલ ચોરી કરી પોલીસ માટે પડકારજનક ચોરીનો બનાવ બનતા ખબરીઓ અને સીસીટીવી કેમેરા અને સ્થાનિક પોલીસના ચબરાક અધિકારીઓ કામે લાગતા ગણતરીની કલાકોમાં રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ રીકવર કર્યો અને બસ આરોપીને ઝડપી પાડ્યા. ફરિયાદી દામનગરના કાચરડીના અજીતભાઈ રાઘવભાઈ રાઠોડની ફરિયાદથી ઈ.પો. અધિક્ષક દેસાઈના માર્ગદર્શનથી સીસીટીવી ફુટેજ આધારે આરોપી રાહુલ ભુપત ડેર અને આરોપી લાખા ભુપત ડેર રહે. બન્ને માંડવી તા. ગારિયાધારના ઉપર વોચ રખાવી બન્ને આરોપી મુદ્દામાલ સાથે નાસી જવાની પેરવીમાં રંઘોળા નજીક ભવનાથ મંદિર પાસેથી દામનગર પોલીસે દબોચી લીધા. પીએસઆઈ એન.જી. ગોસાઈ, એએસઆઈ પ્રવિણભાઈ કાલાવડીયા, હેડ કો. બી.પી. ધાંધલ, હેડ કો.પી.એન. ટોટા, રાઈટર ભુજદાન ગઢવી, ધવલભાઈ મકવાણા, પો.કો. રમેશભાઈ કોતર સહિત સમગ્ર દામનગર પોલીસ પરિવારની જહેમતથી ગણતરીની કલાકોમાં જ મોટી ચોરીનો ભેદ મુદ્દામાલ સાથે ઉકેલતી પોલીસે આરોપીઓ સાથે જાહેરમાં લાવી રિહર્સલ કરાવ્યું હતું. આ આરોપીઓને જાવા શહેરભરમાંથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Previous articleGHCL સામે આંદોલનનો નિર્ણય નહીં આવે તો શાળાને તાળા બંધી
Next articleરાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે હીમોફેલિયા જાગૃતિ કેમ્પ યોજાયો