શ્રી સુનીલ આર. બારપત્રે (એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર) ની ઉપસ્થિતિમાં વેરાવળ યાર્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડલ સંરક્ષા અધિકારી શ્રી અજીતસિંહ ચૌહાને માહિતી આપી હતી કે રેલવે દ્વારા સમયાંતરે આવી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે જેથી વ્યવસ્થાઓની વાસ્તવિક સ્થિતિ ચકાસી શકાય. આજની ઘટનામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની મોકડ્રીલ કરવામાં આવી હતી જ્યારે એક પેસેન્જર ટ્રેનનો કોચ શન્ટિંગ દરમિયાન અન્ય કોચ સાથે અથડાયો છે એવી સૂચના અપાયી હતી.
વેરાવળ સ્ટેશન પર સવારે 10.47 વાગ્યે જાણ કરવામાં આવી હતી કે વેરાવળના નોન-ઇન્ટરલોક યાર્ડમાં શન્ટિંગ દરમિયાન એક પેસેન્જર કોચ બીજા કોચ સાથે અથડાયો હતો, પરિણામે અકસ્માત થયો હતો જેમાં ચાર મુસાફરો ઘાયલ થયા હતા. ફરજ પરના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે કંટ્રોલ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓને તાત્કાલિક જાણ કરી. એમ્બ્યુલન્સ બુલાવવામાં આવી હતી. અકસ્માત રાહત ટ્રેન બોલાવવામાં આવી હતી. અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઘાયલ વ્યક્તિઓને કોચમાંથી બહાર કાઢિનેજ જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર સ્થળ પર આપીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી શ્રી અજીતસિંહ ચૌહાણ (વરિષ્ઠ સંરક્ષા અધિકારી) ના માર્ગદર્શન મુજબ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન, એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર શ્રી રાજેશ કુમાર મીણાએ અકસ્માત સ્થળે મુસાફરોને કેવી રીતે બચાવવા અને બચાવ દરમિયાન ટીમને કઈ સાવચેતી રાખવી જોઈએ તે વિશે વિગતવાર સમજાવ્યું. તેણે આ બાબતે તેના ભૂતકાળના અનુભવો પણ ટીમ સાથે શેર કર્યા. આ મોકડ્રીલમાં અધિકારી 9, ઓપરેટિંગ ના 22, ટેલિકોમ ના 12, સિગ્નલ ના 8, એન્જિનિયરિંગ ના 25, ઇલેક્ટ્રિક ના 12, મેડિકલ 12, રેલવે પ્રોટેક્શન ફોર્સ ના 16, કોચિંગ ડેપો ના 36, એનડીઆરએફ ટીમ ના 22, કોમર્સ ના 4, લોકોમોટિવ વિભાગ ના 4 અને રેલવે સુરક્ષા વિભાગ ના 5 કર્મચારીઓ અને અકસ્માત રાહત ટ્રેનના કર્મચારીઓએ ભાગ લીધો હતો. વર્તમાન રોગચાળાના સમયગાળામાં, કોવિડ -19 નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.