વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે તેમના જીવન ઝરમર અને કરેલા કાર્યોનું ત્રણ દિવસનું પ્રદર્શન ખુલ્લું મુકાયુ

139

બાળપણ થી લઈ અત્યાર સુધીના 99 પોસ્ટર પ્રદર્શનમાં મુકાયા
અટલ બિહારી બાજપાઈ હોલ મોતીબાગ ટાઉન હોલ ભાવનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે તેમની જીવન ઝરમર અને કરેલા 99 કાર્યોનું પોસ્ટર પ્રદર્શન ત્રણ દિવસનું પ્રદર્શન શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા હસ્તે ખુલ્લુ મુકાયું હતું.

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા અને મેયર કીર્તિબેન દાણીધરીયા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, ડી.બી. ચુડાસમા સહિત સમગ્ર શહેર સંગઠન, વોર્ડ સંગઠન, મહાનગર પાલિકાના ચૂંટાયેલા નગર સેવકો તેમજ પદાધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું. અટલ બિહારી બાજપાઈજી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનની ઝરમર અને કાર્યોના ફોટો, હોર્ડિંગ્સ અને તેમની જીવની જોવા અને તેમાંથી પ્રેરણા મેળવવા 99 જેટલા પોસ્ટરો મુકવામાં આવ્યા છે, જેના ભાવનગર શહેરના વિદ્યાર્થી, યુવાનો, યુવતીઓ, વડીલો આગામી ત્રણ દિવસ સુધી સવારે 10-00 થી સાંજના 7-00 સુધી ખુલ્લું રહશે તો ભાવનગરવાસીઓને પધારવા શહેર ભાજપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Previous articleભાવનગરનો શેત્રુંજી ડેમ એક સપ્તાહમાં છઠ્ઠી વખત ઓવરફ્લો થયો, 30 દરવાજા એક ફૂટ સુધી ખોલવામા આવ્યા
Next articleભાવનગર શહેર અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા 2021-22 યોજાશે