રાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે હીમોફેલિયા જાગૃતિ કેમ્પ યોજાયો

1185
bvn3042018-4.jpg

રાજુલા બાલાકૃષ્ણા વિદ્યાપીઠ ખાતે હીમોફીલીયા જા જાગૃતિ અભિયાન અમરેલી દ્વારા પ્રણેતા સ્વ. નરેન્દ્રસિંહ ઉમટ, નામાંકિત ડોકટરોની હાજરીથી અસાધ્ય રોગ હિમોફલીયાનું ૭૦૦ જન સંખ્યાની હાજરીમાં માર્ગદર્શન અપાયું. 
આજે રાજુલા બાલક્રિષ્ના વીદ્યાપીઠ ખાતે હિમોફોલીયાજન જાગૃતિ અભિયાન કેમ્પનું આયોજન થયું જેમાં ગાંધીનગર હિમોફીલીયા શિક્ષણ સમિતિ સેવા ટ્રસ્ટ તેમજ અમરેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વ. નરેન્દ્રસિંહ રણજીતસિંહ ઉમટ (પરમાર) રાજુલ ાકે જેણે આખરી સુધી મોતની સામે ટકકર જીલી અને આ જીવલેણ રોગ જેને લાગુ પડ્યો તેનો પરિવાર લખો પતિ કે કરોડપતિ હોય તો પણ પાયમાલ (દવાના ખર્ચાથી) થઈ જાય છે. આ માટે સ્વ. નરેન્દ્રસિંહની સારવાર એક અઠવાડીયે ૪૦ હજાર થતી હોય આ બાબતે તે વખતે સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી દ્વારા ગાંધીનગર ધારાસભા ગજાવી અને ગુજરાતભરનાં હિમોફોલીયાના અસાધ્ય દર્દીઓ માટે ૪૦-૪૦ હજારના ૧-૧ ઈન્જેકશનો સરકાર  દ્વારા આપવામાં મંજુરી સાથે સારવાર ખર્ચ વિનામુલ્યે રાજુલાથી અમરેલી કે ભાવનગર સુધી એમ્બ્યુલન્સની સગવડ પણ કરી આપેલ અંતે આ નરેન્દ્રસિંહ મોતની સામે હારી ગયાથી રાજય સરકાર દ્વારા આખી યોજના શરૂ કરાઈ તેના પ્રણેતા નરેન્દ્રસિંહને આજે શ્રધ્ધાજંલિ સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને ખ્યાતનામ ડો.ડી.યુ.મોરી બાળરોગ નિષ્ણાંત મહુવા, ડો. કીરણબહેન અવાસીયા રાજકોટ, સોનલબહેન સાકરીયા, પ્રવિણસિંહ મોરી ગાંધીનગર તેમજ રણજીતસિંહ, મનોહરસિંહ પરમાર ઉદ્યોગપતિ જેબી લાખણોત્રા, જયેશ રામ પ્રિન્સીપાલ, ડો. આર.કે. કુરેશીના હીમોફલીયાને જડમુળથી કાઢી નાખવાન તેમજ રોગના લક્ષણોની માર્ગદર્શન અપાયું. 

Previous articleદામનગરમાં શો-રૂમમાંથી લાખોના મોબાઈલોની ચોરીમાં બે ઝડપાયા
Next articleઅલમોડા રામકથાની સુપેરે પૂર્ણાહુતિ