ત્રણ હાઈસ્પિડ પેટ્રોલીંગ બોટ અને ૩૫ પોલીસ જવાનો રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે
ગુજરાત રાજ્ય ને ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે જે પૈકી સૌથી લાંબા દરિયાઈ જળ સીમા ભાવનગર જિલ્લા ને મળેલી છે ભાવનગર જિલ્લામાં ૧૫૧ કિલોમીટર ને દરિયો આવરી લે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા અંગે પણ આ દરિયા કિનારો મહત્વપૂર્ણ ગણાય છે. અનેક પ્રકારની ભૌગોલિક વૈવિધ્યતા થી સમુદ્ર ભાવનગર જિલ્લામાં આવેલ સમુદ્ર તટ ભૂતકાળમાં વિશ્વના દેશોને જળમાર્ગે જોડવા માટે એક માત્ર મહત્વપૂર્ણ માર્ગ ગણાતો હતો રજવાડા વખતમાં સમગ્ર ગુજરાતમાં ઘોઘા બંદર વિશ્વ વિખ્યાત હતું પરંતુ કાળાંતરે આ બંદરનો સૂર્યાસ્ત થયો પરંતુ જળસીમા આજે પણ અગત્યની ગણવામાં આવે છે અદ્દભૂત ભૌગોલિક સમૃદ્ધિ ની અણમોલ ધરોહર ને પગલે એશિયાનો સૌથી મોટો જહાજવાડો ભાવનગર જિલ્લામાં નિર્માણ પામ્યો છે આ અલંગ શિપયાર્ડમાં વિશ્વના સેકડો દેશો માથી દર વર્ષે અનેક જહાજો અંતિમ સફરે આવી પહોંચે છે અને દક્ષિણ ગુજરાત નું પ્રવેશદ્વાર પણ ભૂતકાળમાં હતું ત્યારે આજે વાત છે અરબ સાગરની છેલ્લા કેટલાક સમયથી ઓખા દ્વારકા ના સાગર માથી મોટા પાયે કેફી દ્રવ્યોની હેરાફેરી સુરક્ષા એજન્સી ઓ દ્વારા પકડી પાડવામાં આવી છે જેને પગલે રાજ્ય ની સમુદ્રી જળ સીમાઓ ને એલર્ટ કરી દેવામાં આવી છે ભાવનગર નો દરિયો ખૂણામાં આવેલી ખાડી ગણાય છે પરંતુ અનૈતિક પ્રવૃત્તિ ઓ અને ઘૂસણખોરી માટે નું માધ્યમ ન બને તે માટે તંત્ર ૨૪ કલાક સજ્જ રહે છે ભાવનગર મરીન પોલીસ દ્વારા સમુદ્રમાં રાઉન્ડ ધ કલોક ૩ અદ્યતન સ્પીડ બોટ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે છે અને ભાવનગર મરીનના કાર્યદક્ષ ૩૫ પોલીસ જવાનો ખડેપગે સેવા બજાવે છે ઉપરાંત સગર તટ રક્ષક દળના જવાનો પણ ખભેખભો મિલાવી જળસીમા ના રખોપા કરે છે ભાવનગર મરીન પોલીસ હેઠળ કુલ પાંચ ચેપોષ્ટ આવેલી છે જે એરિયા પ્રમાણે સુરક્ષાનો મોરચો સંભાળે છે ટૂંકમાં “ચકલુ પણ ફરકી ન શકે” એ મુજબની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભાવનગર ની સમુદ્રી જળ સીમા નો ઉપયોગ દહેજ,ભરૂચ,ખંભાત, સુરત બંદર પર આવા-ગમન કરતાં જહાજો ઉપયોગ કરે છે જેનાં પર મરીન પોલીસ દ્વારા બાજ નઝર રાખવામાં આવી રહી છે.