અલમોડા રામકથાની સુપેરે પૂર્ણાહુતિ

1183
guj3042018-1.jpg

પૂર્વ હિમાલયની કમાઉ ગીરીકંદરાઓના નામે ઓળખાતી પર્વતમાળામાં પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન પડકારરૂપ હતું. કારણ કે કલ્યાણિકા હિમાલય દેવસ્થાન ટ્રસ્ટનો આશ્રમ અલમોડા જિલ્લાના ડોલ ગામમાં સંપૂર્ણ વન વિસ્તારમાં આવેલો છે. આશ્રમની સમિતિ વ્યવસ્થાઓમાં આટલુ મોટુ આયોજન પાર પાડ્યું ઘણુ કઠીન હતી. તો પણ ત્યાંના કાર્યકર્તાઓ આસપાસના ગ્રામજનો વગેરેના સહકારથી ખૂબ સફળતાપૂર્વક તા.ર૧-૪-ર૦૧૮ થી ર૯-૪-ર૦૧૮ નવદિવસીય રામકથા મહોત્સવ સુપેરે સંપન્ન થયો.
નવમાં દિવસની કથામાં પૂ.મોરારિબાપુએ ભારત દર્શન પર ભાર મુકે ભરત વ્યÂક્તતત્વના અનુસરણ પણ ખાસ ભાર મુક્યો.  સાધુ શબ્દ ગમતો હોવાનું કહી તેનું કોઈ વિશેષણ ન હોય તેમ જણાવ્યુ. વિનય પત્રિકાના સ્વાધ્યાય માટે શ્રાવકોને ખાસ અનુરોધ કર્યો. અયોધ્યા કાંડ પછીની કથાનું સંક્ષિપ્ત નિરૂપણ કરીને માનસ શ્રીનું સમાપન કર્યુ.
આશ્રમના અધ્યક્ષ કલ્યાણ બાબાએ આ આશ્રમ આપ સૌનો છે. સાધક તરીકે ગમે ત્યારે આવવા સૌને નિમંત્રિત કર્યા. આસપાસના ગ્રામજનોએ પણ સારી ઉતારા વ્યવસ્થા કરી આપી તે માટે તેનો વિશેષ આભાર માન્યો. ઉત્તરાખંડ સરકારના વિવિધ વિભાગો તથા ખાસ કરીને પેય જળ વિભાગ દ્વારા પુરી પડાયેલી પાણી પહોંચાડવાની કામગીરીની ખાસ પ્રસંશા કરી. ભવિષ્યમાં યોજાનાર માનસ શ્રી સુક્તમમાં સૌને નિમંત્રિત પણ કર્યા. સ્થાનિક ધારાસભ્ય ગોવિંદસિંહ કુજવાલ સાંસદ ભગતસિંહ કોશીયારીએ સતત હાજરી આપી સહકાર આપો. ડોલ ગામના સરપંચ ધનસિંહ ફર્તિયાલનો સહકાર નોંધપાત્ર હતો.

Previous articleરાજુલા બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે હીમોફેલિયા જાગૃતિ કેમ્પ યોજાયો
Next articleઉચૈયા ગામની ક્રિકેટ ટીમ શ્યામ ઈલેવનનો ભવ્ય વિજય