ચતડીયા ગામે શ્યામ ગ્રુપ આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ઉચૈયા ગામની શ્યામ ઈલેવન (વીએસ) રાજુલા ઈલેવન સામે મેદાને ઉતારી તેમાં શ્યામ ઈલેવનના કેપ્ટન પ્રકાશભાઈ ટોર્સ જીત્યો ને પ્રથમ બેટીંગ લઈને ઓપ્નર્સમાં પ્રતાપ ધાખડા તથા ભોજભાઈ બોરીસા દ્વારા શાનદાર ભાગીદારી કરીને ૧૦ ઓવરમાં ૮ર રનનો સ્કોર હરીફ ટીમને આપ્યો તેના વળતા જવાબમાં પ૦ રનમાં રાજુલા ઈલેવનને ઓલ આઉટ કરીને ઉચૈયા શ્યામ ઈલેવનનો ભવ્ય વિજય થયો તેમાં કેપ્ટન પ્રકાશભાઈ ધાખડાએ ૩ ઓવર નાખીને પ વિકેટ ઝડપી તેમાં શ્યામ ઈલેવનના ખેલાડી કિરન ધાખડા તથા વનરાજ બેપારીયા તથા જયદિપ ધાખડા, પૃથ્વી બોરીચા તથા અમરૂ બોરીચા, વિપુલ ધાખડા તથા રવિરાજ ધાખડા આ વિજયને સરપંચ પ્રતાપભાઈ બેપારીયા તથા ઉપસરપંચ દિલુભાઈ ધાખડા દ્વારા અભિનંદન પાઠવેલ છે.