અપહરણ ના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ “છોટુ” કચ્છથી ઝડપાયો

179

ગિરસોમનાથ જિલ્લાના શખ્સ વિરુદ્ધ ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ વેળાવદર પોલીસ સ્ટેશનમાં અગિયાર વર્ષ અગાઉ સગીરાનુ અપહરણ કર્યાં નો ગુનો નોંધાયો હતો જેમાં આરોપીની ધડપકડ બાદ પોલીસને ચકમો આપી નાસતો ફરતો આ શખ્સ કચ્છ જિલ્લામાં હોવાની બાતમી ભાવનગર એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળતા બંને ટીમે આરોપીને કચ્છ જિલ્લા માંથી ઝડપી લીધો હતો. સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ગિરસોમનાથ જિલ્લાના ધીરૂ ઉર્ફે છોટુ હમીર સોલંકી વિરુદ્ધ વર્ષ 2012 ની સાલમાં ભાવનગર જિલ્લાના ભાલ પંથકના વેળાવદર પોલીસ સ્ટેશનમાં એક સગીરા નું અપહરણ કર્યાં ની ફરિયાદ દાખલ થઈ હતી દરમ્યાન જેતે સમયે આરોપી ની પોલીસે અટકાયત કરી હતી પરંતુ આરોપી પોલીસ ઝાપ્તા માથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયો હતો દરમ્યાન આ ભાગેડુ છોટુ કચ્છ જિલ્લામાં હોવાની બાતમી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ ને મળતાં બંને ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી આરોપી છોટુ ને કચ્છ જિલ્લા ના આદિપુર તાલુકાના અંતરજાળ ગામેથી ઝડપી લીધો હતો અને વેળાવદર પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleCNG-PNG ગેસના ભાવમાં ૧૦-૧૧ ટકાનો વધારો થઇ શકે છે
Next articleસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા એક સાથે 59 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યાં