ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે
નદીઓમાં 29205 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી સાંજે મેઘરાજાનું આગમન થયું હતું. જેને પગલે જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમના દરવાજા એક જ દિવસમાં ચોથી વખત ખોલવાની ફરજ પડી હતી. મંગળવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો હતો. આજે બુધવારે ફરી એકવાર વહેલી સવારે 30 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ સવારે 4:30 વાગે વધુ 59 દરવાજા ત્રણ ફુટ ઈંચ ખોલવામાં આવ્યાં હતા.
ક્યારે કેટલા દરવાજા ખોલાયા?
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુજી ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. જેમાં તારીખ 20ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા, તારીખ 22ના રોજ 6 દરવાજા ખુલ્યા, તારીખ 23ના રોજ 15 દરવાજા ખુલ્યાં, તારીખ 24ના રોજ 6 દરવાજા ખુલ્યાં, તારીખ 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં બાદ તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ ઉપરાંત તારીખ 28ના રોજ વહેલી સવારે 15 દરવાજા અને બપોરે ફરી એકવાર 30 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. તેમજ તારીખ 29ના રોજ વહેલી સવારે 2:30 વાગે 30 દરવાજા ખોલાયા બાદ ફરી પાછા વહેલી સવારે 3:30 વાગે 50 દરવાજા એક ફુટ તથા ત્યારબાદ સવારે 6:50 વાગે ત્રીજી વખત ફરી એકવાર 50 દરવાજા એક ફુટ 6 ઈંચ જેટલા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ બપોરે 12:30 આસપાસ તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ 4:30 આસપાસ 59 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા છે.ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુજી ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. જેમાં તારીખ 20ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા, તારીખ 22ના રોજ 6 દરવાજા ખુલ્યા, તારીખ 23ના રોજ 15 દરવાજા ખુલ્યાં, તારીખ 24ના રોજ 6 દરવાજા ખુલ્યાં, તારીખ 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં બાદ તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. આ ઉપરાંત તારીખ 28ના રોજ વહેલી સવારે 15 દરવાજા અને બપોરે ફરી એકવાર 30 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. તેમજ તારીખ 29ના રોજ વહેલી સવારે 2:30 વાગે 30 દરવાજા ખોલાયા બાદ ફરી પાછા વહેલી સવારે 3:30 વાગે 50 દરવાજા એક ફુટ તથા ત્યારબાદ સવારે 6:50 વાગે ત્રીજી વખત ફરી એકવાર 50 દરવાજા એક ફુટ 6 ઈંચ જેટલા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ બપોરે 12:30 આસપાસ તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ 4:30 આસપાસ 59 દરવાજા 3 ફુટ ખોલવામાં આવ્યા છે.આજે બુધવારે વહેલી સવારે 2:30 વાગે 30 દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે. નદીઓમાં 2700 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યોહતો. ત્યારબાદ બપોરે 3:30 વાગે 50 દરવાજાઓ એક ફુટ ખોલવામાં આવ્યા હતા અને નદીઓમાં 4500 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવ્યો હતો. ત્રીજી વખત સવારે 6:50 વાગ્યે 50 દરવાજાઓ એક ફુટ 6 ઈંચ જેટલા ખોલવામાં આવ્યાં હતા અને નદીઓમાં 15340 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ચોથી વખત બપોરે 4:30 વાગ્યે 59 દરવાજાઓ ત્રણ ફુટ જેટલા ખોલવામાં આવ્યાં હતા અને નદીઓમાં 29205 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે આમ, 10 કલાકમાં ચાર વખત ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.