ભાવનગર શહેરમાં સતત વર્ષી રહેલા વરસાદને કારણે બે મકાનો ધરાશાઈ

208

ભાવનગર શહેરમાં સતત વરસી રહેલા વરસાદને લઈને શહેરના બે વિસ્તારોમાં મકાન ધરાશાઈ થયા હતા જેમાં એક ભગાતળાવ વિસ્તારમાં આવેક ત્રણ માળનું મકાન ધરાશાઈ થયું અને બીજું વરતેજ ગ્રામ પંચાયતની સામે આવેલ મકાન ધરાશાયી થયું હતું જો કે બંને ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. જુનવાડી મકાનો ધરાશાયી થવાની ઘટના બને છે. ત્યારે ગઈરાતે શરૂ થયેલા વરસાદને લઈને ભાવનગર શહેરના ભગાતળાવ, કાજીવાડ નાકે આવેલુ એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું. જુનવાણી અને જર્જરીત મકાન અચાનક ધરાશયી થતા થોડીવાર માટે નાસભાગ મચી હતી. વરસાદ થી મકાનનો થોડો ભાગ ધરાશાયી થતા પરિવારજનો સમયસૂચકતાથી મકાન માંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે મકાન ધરાશાયી થવાની ઘટનાને લઇને એક ને સામાન્ય ઈજા પહોંચી હતી. ભાવનગર વરતેજ ગ્રામ પંચાયતની સામે આવેલ મકાન ધરાશાયી થયું હતું, પ્રાપ્ત થતી માહિતી મુજબ ગઈકાલ રાતથી પડી રહેલ ભારે વરસાદને લઇ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે વરતેજ ગ્રામ પંચાયતની સામે આવેલ બે માળનું મકાન અચાનક જ ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે મકાન ધરાશાયી થતા કોઈને જાનહાની થઈ ન હતી, ઘરમાં રહેલ પરિવાર સમયસર બહાર આવી જતા જાનહાની ટળી હતી.

Previous articleધોળા-ઝાંઝમેર હાઈવે પર બાઈક ચાલક સિમેન્ટ મિલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો, ત્રણ મજૂરોના મોત
Next articleનિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા