નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા

184

ભાવનગર શહેરમાં છેલ્લા ચોવીસ કલાક કરતાં વધુ સમયથી વરસી રહેલ અવિરત મેઘ મહેર હવે કહેર માં પલ્ટાઈ છે શહેરના નાનાં મોટાં અનેક નિચાણવાળા વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનો, ઝુપડપટ્ટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકો, રહિશો કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. ભાવનગર શહેરમાં મંગળવાર રાતથી બુધવાર બપોર સુધી માં સાડાપાંચ ઇંચ વરસાદ પડતાં શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણબૂડ પાણી ભરાયાં છે શહેરના આ નિચાણવાળા વિસ્તારોમાં અઢી ઇંચ થી વધુ વરસાદ પડે એટલે ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જાય છે શહેરના કુંભારવાડા માઢીયા રોડ બંદર રોડ આનંદ નગર એરપોર્ટ રોડ અગરીયાવાડ ભરતનગર નો કેટલો વિસ્તાર તેમજ સિદસરરોડ પર નજીક કંસારા ના કાંઠા નજીક આવેલી સોસાયટીઓ તથા ઝુપડપટ્ટી અને વસાહતોમાં વરસાદી પાણી ફરી વળે છે સતત વરસી રહેલ વરસાદ ને પગલે વરસાદી પાણીનો નિકાલ કરતી વ્યવસ્થાઓ જામ થઈ જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે એક તરફ વરસાદ સતત શરૂ રહેતા અને આ પાણી નિકાલનો કોઈ વિકલ્પ ન મળતાં લોકો ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે દર વર્ષે સારા વરસાદ થયે આ યક્ષ પ્રશ્ન નો લોકો એ સામનો કરવો પડે છે લોકો ના ઘરોમાં પાણી ઘૂસી જવા સાથે અનેક રોડ-રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા કેટલાક વિસ્તારોમાં પાણી ગટરમાં જવાને બદલે ગટરના મેનહોલ માથી પાણી બેક મારી રહ્યાં છે.

Previous articleભાવનગર શહેરમાં સતત વર્ષી રહેલા વરસાદને કારણે બે મકાનો ધરાશાઈ
Next articleભાવેણાનુ ઘરેણું બોરતળાવ છલકાયું