જાફરાબાદના ટીંબી ગામે ભાજપ દ્વારા આયોજીત સુજલામ સુફલામ યોજના અંતર્ગત જાફરાબાદ તાલુકાના જુના તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા બાબતે ટીંબી વિસ્તારના ૧પ ગામોના સરપંચોની મિટીંગ મળી હતી.
જાફરાબાદના ટીંબી ગામે ભાજપ પક્ષના એજન્ડા મુજબ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આજુબાજુના ૧પ ગામોના સરપંચોની હાજરીમાં તાલુકાના દરેક ગામોના જુના તળાવો, ચેકડેમો ઉંડા ઉતારવા માજી સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના તેમજ ભાજપ પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાળાના અધ્યક્ષસ્થાને અગત્યની મિટીંગ મળી. જેમાં ટીંબી સરપંચ પ્રદ્યુમસિંહ ગોહિલ, માર્કેટ યાર્ડના સેક્રેટરી અને તાલુકા સદસ્ય મનુભાઈ વાંજા, માર્કેટ યાર્ડના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, મહાસુખદાદા, વેપારી એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ સોની, રોહીસા સરપંચ વિજાણંદભાઈ, કાનાભાઈ વાઘેલા, છગનભાઈ મકવાણા, ચિત્રાસર સરપંચ છગનભાઈ ડાભી, બલાણા સરપંચ કુલદિપભાઈ પાટીમાણસા સહિત ૧પ ગામના સરપંચો તેમજ આ મિટીંગમાં માજી કૃષિમંત્રી વી.વી. વઘાસીયા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ હિરપરા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ, તાલુકા સદસ્ય મસરીભાઈ અને જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલની હાજરીમાં માજી કૃષિમંત્રીએ કહેલ કે આ યોજનામાં દરેક ગામના તળાવો ઉંડા ઉતારવા માટે દરેક વાહન જેવા કે જીસીબી, લોડર, ટ્રેક્ટરનું ડીઝલ સરકાર દ્વારા અપાશે તેમજ જુના તળાવો કે ચેકડેમોની કિંમતી સોના જેવી માટી દરેક દરેક ગામના ખેડૂતોને લાભ મળશે.