નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયાં
પાલીતાણા શહેરમાં છેલ્લા ચોવીસ કલાક કરતાં વધુ સમયથી વરસી રહેલા ધોધમાર ટવરસાદ વરસતા પાલીતાણા શહેરના નાના-મોટા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં નિચાણવાળા વિસ્તારોમાં આવેલ રહેણાંક મકાનો ઝુંપડપટ્ટી ઓમા વરસાદી પાણી ભરાવો થતાં લોકો રહિશો કફોડી પરીસ્થીતી માં મુકાયા હતા. પાલીતાણા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે સમય મંગળવારે ગાજવીજ સાથે ભારે વરસાદ તુટી પડયો હતો પાલીતાણા પંથકમાં સવાર થી કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો મેઘરાજા એ વિદાય ન લેતા ખેડૂતો માં ચિંતાનું મોજુ પ્રસરી રહ્યું છે પાલીતાણા પંથકમાં તલ,બાજરી,જુવાર, મકાઈ, સહિત પાકોને આ વરસાદથી ભારે નુકસાની જવાનો ડર લાગી રહ્યો છે તેમજ પાલીતાણા તાલુકાના રંડોળા ગામે આવેલ રજાવળ નદી માં ઘોડાપુર આવતા ટાણા થી રંડોળા અને રંડોળા થી પાલીતાણા વચ્ચે નો વાહન વ્યવહાર ખોરવાયો અનેક લોકો વાહનો સાથે ફસાયા હતા તેમ બુધવારે રોજ સવાર થી ભારે વરસાદ કારણે પાલીતાણા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જેવાકે,બહારપરા, નવાગઢ, ગારીયાધાર રોડ, તળાજા રોડ, પરીમલ સોસાયટી, માં સહિત વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો