ધો.૧ અને ૨માં શૈક્ષણિક વર્ષ-૨૦૧૮-૨૦૧૯માં તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞાના અભિગમનો અમલ થનાર હોય ધો.૧ અને ૨ના મહુવા તાલુકાની ૧૮૦ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે પ્રજ્ઞા તાલીમ વર્ગ તા.૧૭ તથા તા.૧૯ થી ૨૧ એપ્રિલ-૨૦૧૮ સુધી સાત વર્ગમાં એમ.એસ.બી. શાળા નં.-૬માં યોજાયેલ.
ધો.૬ થી ૮માં નવા સત્રથી અમલમાં આવનાર ગણિત વિષયના નવા પાઠ્યપુસ્તકની તાલીમ તા.૧૯ થી ૨૧ એપ્રિલ-૨૦૧૮ સુધી ચાર વર્ગમાં એમ.એસ.બી. શાળા નં.-૬માં યોજાયેલ. જેમાં મહુવા બ્લોકના ગણિત વિષયના શિક્ષકોએ રસમય રીતે તાલીમ મેળવેલ.
ધો.૩ થી ૫માં નવા સત્રથી અમલમાં આવનાર ગણિત વિષયના તથા ધો.૩માં પર્યાવરણ વિષયના નવા પાઠ્યપુસ્તકની તાલીમ તા.૨૩ થી ૨૫ એપ્રિલ-૨૦૧૮ સુધી દસ વર્ગો એમ.એસ. બી.શાળા નં.૧/૫/૬/૭માં યોજાયેલ. તાલીમમાં દરેક વર્ગમાં વિવિધ મુદ્દાઓમાં અને પ્રવૃત્તિઓમાં શિક્ષકોની સહભાગીતા રહેલ. તજજ્ઞ મિત્રોએ ખૂબજ ખંતથી તાલીમ આપેલ. ધો.૬ થી ૮માં નવા સત્રથી અમલમાં આવનાર વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તકની તાલીમ તા.૨૫ થી ૨૭ એપ્રિલ-૨૦૧૮ સુધી ત્રણ વર્ગમાં એમ.એસ.બી. શાળા નં.-૬માં યોજાયેલ.
મહુવા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડિનેટર મુકેશભાઈ ભટ્ટના આયોજન નીચે અને મહુવા બ્લોકના તમામ સી.આર.સી. કો.ઓર્ડિનેટરો તેમજ બ્લોકના તમામ એસ.એસ.એ. સ્ટાફના સંકલન-સહયોગથી સમગ્ર તાલીમ વર્ગ યોજાયેલ. તાલીમ વર્ગના આયોજનમાં મહુવા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ. મકવાણાનો અને મહુવા શાસનાધિકારી વાય.પી.ભટ્ટનો પૂરતો સહયોગ મળેલ. તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા મહુવા નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને જિલ્લા સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળાનો પણ પૂરતો સહયોગ મળેલ. શાળા નં.૬ના આચાર્ય વિજયભાઈ વાઘેલા તથા શાળાના સી.આર.સી. કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાનો પૂરતો સહયોગ મળેલ. શાળા નં.૧/૫/૭માં તાલીમની વ્યવસ્થા માટે આચાર્ય રાજેન્દ્રભાઈ દેવમુરારી, દિલીપભાઈ ત્રિવેદી, રાજેશભાઈ રાઠોડ તથા શાળાના સી.આર.સી. કો.ઓર્ડિનેટર સુનિલકુમાર મહેતા અને કમલેશકુમાર જાષીનો પૂરતો સહયોગ મળેલ.