ઘોઘા તાલુકાના ૧ર ગામનાં ખેડુતો દ્વારા જમીન સંપાદનનો વિરોધ કરી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ભાગરૂપે ખેડુત સંઘર્ષ સમિતિ દ્વારા આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી ઘોઘા તાલુકાના બાડી, સુરકા, રામપર, થોરડી, રાજપરા, પડવા, આલાપર, થડસર, ખડસલીયા, લાખણકા અને હોઈદડ ગામે ફરી હતી. જેમાં ૧પ૦ જેટલા બાઈક સાથે ખેડૂતો જાડાયા હતાં અને જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.