મુખ્ય જિ. આરોગ્ય અધિ ડો.જે.ઓ. પાઠક, તા.હે.ઓ. ડો. અનિલ વર્મા તેમજ ડો.વિપુલ ચામીયો, ડો.એન.કે. સાન્યકો અને ડો.પાયલ બોટાદરાના માર્ગદર્શન મુજબ ત્રણેય પ્રા.આ. કેન્દ્ર ખાતે તમામ રોગોને લગતી રિવ્યુ મિટીંગ યોજાઈ. એસ.ટી.એસ.-બરવાળા રામદેવ સંજય દ્વારા મે-૧૮માં સમગ્ર તાલુકામાં ટીબીના સર્વે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ડો.વિજય પ્રજાપતિ-જી.ક્ષ. બોટાદ અને ડી.પી.સી. વિજયભાઈ ડેરવાળીયા તેમજ બોટાદ જિ.ક્ષ. કેન્દ્રની સમગ્ર ટીમ ખૂબ જ મહેનતથી આયોજન કરી રહી છે. ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે. વોન્ટેડ-લીડર્સ ફોર એ ટીબી ફ્રી વર્લ્ડ બોટાદ જિલ્લાની સોનાલા હોÂસ્પટલ અને ટીબી ડ્રગ સેન્સીટીવીટી ટેસ્ટ મફત થાય છે. આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતની મદદથી તમામ ટીબી ચાલુ સારવારવાળાને રૂ.પાંચસો મળવાપાત્ર છે.