હવામાન વિભાગ દ્રારા પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં મેઘરાજા મનમુકી ને વરસતા રાણપુર તાલુકામાં સુસવાટા મારતા પવન સાથે સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે.રાણપુર શહેરમાં સૌથી વધુ ૩ઃ૫૦ ઈંચ કરતા વધુ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ગાયત્રી સોસાયટી,મદનીનગર,અશર સોસાયટી,ખ્વાજા પાર્ક,અશરફી પાર્ક સહીત અણીયાળી રોડ અને ધારપીપળા રોડ ઉપર વરસાદી પાણી ઢીંચણ સુધીના ભરાતા સ્થાનિક રહીશો સહીત વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાણપુર તાલુકાના નાગનેશ, દેવળીયા, બરાનીયા, મોટીવાવડી, ખોખરનેશ, કેરીયા, ધારપીપળા, રાજપરા, ઉમરાળા, અલમપુર, અણીયાળી, જાળીલા,સુંદરીયાણા સહીતના ગામડાઓમાં ભારે પવન સાથે ૧ થી ૩ ઈંચ કરતા વધુ સાર્વત્રિક વરસાદ થતા ખેડુતો ના ખેતરો માં પાણી ભરાય જતા કપાસ,તલ,જુવાર સહીતના ઉભા પાક ને મોટુ નુકશાન થતા ખેડુતો ના હાથમાં આવેલો કોળીયો છીનવાય જતા ખેડુતો ને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.