ઘોઘા તાબેના બાડી પડવા રોડ પર બપોરના સમયે બાઈક પર જઈ રહેલો યુવાન વિજપોલ સાથે અથડાતા સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, ઘોઘારોડ ગૌશાળા પાસ ેલાખાજીનગરમાં રહેતા ભદ્રેશભાઈ હિંમતભાઈ પરમાર પોતાનું બાઈક નં.જીજે૪ બીજી ૩૦૭ લઈ બાડી પડવા રોડ પર જતા હતા તે વેળાએ અચાનક વિજપોલ સાથે બાઈક અથડાતા સ્થળ પર જ ભદ્રેશભાઈનું મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા ઘોઘા પોલીસ મથકના એન.બી. ચુડાસમા સ્થળ પર દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.