શ્રી ભયલુબાપુએ રાણપુરમાં વિવિધ આગેવાનો અને સંસ્થાઓની મુલાકાત લીધી..

947

જૈન ઉપાશ્રય,વઢવાણા પરિવાર,ખાદી ગ્રામોદ્યોગ મંડળ સહીત વિવિધ આગેવાનો અને સંસ્થાઓની શ્રી ભયલુબાપુએ મુલાકાત લીધી..
બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલ વિખ્યાત પુજ્ય વિસામણબાપુની જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિમાં કાયમી આમંત્રિત સભ્યશ્રી ભયલુબાપુ એ આજરોજ રાણપુરમાં વિવિધ આગેવાનો,સંસ્થાઓ તેમજ વઢવાણા પરિવારની મુલાકાત લીધી.મુકુંદભાઈ વઢવાણાના ધર્મપત્નિ મધુકાન્તાબેન વઢવાણાનું દુ:ખદ અવસાન થતા તેમના પરિવારજનોને મળી સાંત્વના આપી હતી.તેમજ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયની મુલાકાત લીધી હતી જ્યા જૈન સમાજ દ્રારા ભયલુબાપુનું મોતીની માળા પહેરાવી,સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.તેમજ સોની બાબુલાલ નાનચંદભાઈ શો:રૂમ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને લલિતભાઈ સોની દ્રારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.તેમજ ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોમ મંડળની મુલાકાત લીધી હતી જ્યા દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને ગોવિંદસિંહ ડાભી સહીત ખાદી મંડળના કમિટી સભ્યો દ્રારા શ્રી ભયલુબાપુ નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.તથા ચંન્દ્રેશભાઈ સોની,દિપકભાઈ સોની ના શોઃરૂમની શુભેચ્છા મુલાકાત લીધી.તથા સોહમ જવેલર્સની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જ્યા સિધ્ધરાજભાઈ રબારી અને ધનાભાઈ આર.રબારી,દેવરાજભાઈ રબારી દ્રારા ભયલુબાપુ નું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ.રાણપુરના જાણીતા યુવા પત્રકાર વિપુલભાઈ લુહારના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી જ્યા શ્રી ભયલુબાપુ નું તેમજ રામકુભાઈ ખાચર નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ સમયે રામકુભાઈ ખાચર સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.પાળીયાદ પુજ્ય વિસામણબાપુની જગ્યાના સંચાલક શ્રી ભયલુબાપુની રાણપુર શહેરની મુલાકાતથી શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસેન્સેક્સમાં ૨૮૭, નિફ્ટીમાં ૯૩ પોઈન્ટનો કડાકો નોંધાયો
Next articleરાણપુરના અણીયાળી કસ્બાતી ગામે રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પ્રેમી પંખીડાએ પડતુ મુકી જીવન ટુકાવ્યુ.