સૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતમાં મોરારીબાપુ દ્વારા સહાય પહોંચાડાઈ

1637
bvn3042018-2.jpg

તાજેતરમાં સૌરાષ્ટ્રમાં થયેલા વિવિધ અકસ્માતોમાં પૂ.મોરારિબાપુ દ્વારા સહાય પહોંચાડવામાં આવી છે. ગત તા.ર૮-૪-ર૦૧૮ના દિવસે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં અકસ્માત થયા હતા. એમાંથી ગારિયાધારના પરિવારને ચુડા નજીક થયેલ અકસ્માત તથા સરધારમાં થયેલ અકસ્માત અને સુરેન્દ્રનગરના મુÂસ્લમ પરિવારને હરીપર નજીક થયેલ અકસ્માત મુખ્ય છે. આ દુઃખદ ઘટનામાં કુલ ૧૧ લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. ચિત્રકુટ ધામ-તલગાજરડા તરફથી પૂ.મોરારીબાપુએ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે અને એમના માટે પ્રાર્થના કરી શ્રધ્ધાંજલી આપી છે. હનુમાનજી પ્રસાદી તરીકે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજારની સહાય પણ મોરારીબાપુએ મોકલાવી છે. આ રાશી રામકથાના શ્રોતાઓ દ્વારા એમના પરિવારજનોને પહોંચાડવામાં આવશે તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતું.

Previous articleવિજપોલ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નિપજ્યું
Next articleબાંધણી પર ડિઝાઈન અંગે માર્ગદર્શન