ભાવનગરમાં પડતર માંગણીઓને લઈ તલાટી મંત્રીઓ માસ સી.એલ. પર ઉતર્યા

804

તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તથા મહેસુલી કામગીરીનો તલાટી મંત્રીઓએ બહિષ્કાર કર્યો
રાજ્યભરના તલાટી મંત્રીઓ પડતર માંગણીઓને લઈને શ્રેણીબદ્ધ આંદોલનો ચલાવી રહ્યા છે. સમયાંતરે ચલાવાતા આંદોલન અંતર્ગત શુક્રવારે ભાવનગરના વલ્લભીપુર શહેરમાં તલાટી મંત્રીઓએ માસ સી.એલ. પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની માંગ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો જેવા કે, 2004 થી 2006ના નિમણૂક પામેલા ઘણાં તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી અને પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો, 11/2016 બાદ મળવા પાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણાની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે. રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા, મહેસુલ વિભાગના 2017માં થયેલા પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની માંગ સામેલ છે.
નવી ભરતી કરી એક ગામ એક તલાટીની નિમણૂક કરવાની કરાઈ માંગ
આ ઉપરાંત 2006માં નિમણૂક પામેલા તલાટી કમ મંત્રીને 2017ના થયેલા પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચાર ધોરણ મંજૂર કરવામાં આવે. આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા નીતિ નક્કી કરવામાં આવે. પંચાયત વિભાગ સિવાયના અન્ય વિભાગોની વધારાની કામગીરી સોંપવામાં ના આવે. તલાટી કમ મંત્રીને ફરજ મોકૂફી કરવા માટેની ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે. ફરજ મોકૂફ તલાટી કમ મંત્રીઓના કિસ્સામાં તપાસ ઝડપથી પૂર્ણ કરી પુનઃનિયુક્ત કરવામાં આવે. તલાટી કમ મંત્રી ઉપર વારંવાર થતા હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે. તલાટી કમ મંત્રીનું નવીન મહેકમ મંજુર કરી નવી ભરતી કરી ‘‘એક ગામ એક તલાટી’’ની નિમણૂક કરવામાં આવે. આવી તમામ પડતર માંગણીઓને લઈને તલાટી-મંત્રીઓ આજે શુક્રવારે માસ સી.એલ પર ઉતર્યા છે અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તથા મહેસુલી કામગીરીનો આજથી બહિષ્કાર કર્યો છે.

Previous articleરાણપુરના અણીયાળી કસ્બાતી ગામે રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પ્રેમી પંખીડાએ પડતુ મુકી જીવન ટુકાવ્યુ.
Next articleબે કાર્ગો કન્ટેનરનું મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન