ગંગુબાઈ છ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે

301

મુંબઈ,તા.૧
ફેન્સને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ સંજય લીલા ભણસાલીએ આખરે ગંગુબાઈ કાઠિયાવાડીની નવી રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આલિયા ભટ્ટ અને અજય દેવગણ સ્ટારર આ ફિલ્મ ૬ જાન્યુઆરી ૨૦૨૨માં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મના મેકર્સે રિલીઝ ડેટ પાછળ ઠેલી છે. ભણસાલી પ્રોડક્શનના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. ગંગુબાઈ કાઠિયાવાડી’નું પોસ્ટર શેર કરતાં લખવામાં આવ્યું, તેની શક્તિ, તાકાત અને સ્થિતિસ્થાપકતાના સાક્ષી બનવાનો ઈંતેજાર પૂરો થયો. ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તમારી સમક્ષ ’ગંગુબાઈ કાઠિયાવાડી’ને તમારી નજીકના સિનેમાઘરોમાં રજૂ કરીશું. ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પણ નવી તારીખ સાથેનું પોસ્ટર શેર કરતાં લખ્યું, ગંગુબાઈ કાઠિયાવાડી’ મારા દિલ અને આત્માનો ટુકડો છે. તેને ૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં લાવી રહ્યા છીએ. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ૨૨ ઓક્ટોબરથી થિયેટરો ખુલવાની જાહેરાત રાજ્ય સરકારે કરી હતી. મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બાદ બોલિવુડ એક્ટરો અને પ્રોડ્યુસરોએ અત્યાર સુધી રોકી રાખેલી ફિલ્મોની રિલીઝ ડેટની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાના કારણે ઙણી ફિલ્મો રિલીઝ નહોતી થઈ શકે છે, જે હવે ૨૦૨૧ના બાકીના મહિનાઓ અને ૨૦૨૨માં રિલીઝ થવાની છે. અગાઉ આલિયા ભટ્ટે ’ગંગુબાઈ કાઠિયાવાડી’નો ફર્સ્‌ટ લૂક બતાવીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં આલિયાના પર્ફોર્મન્સથી સૌ કોઈ પ્રભાવિત થયું હતું અને ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આલિયાનો અલગ અંદાજ ફેન્સને પસંદ આવ્યો હતો. થોડા દિવસ પહેલા સંજય લીલા ભણસાલીએ બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં ’ગંગુબાઈ કાઠિયાવાડી’ વિશે કહ્યું હતું કે, “આ ફિલ્મ મારા માટે ખૂબ ખાસ છે. આ જર્ની સરળ નહોતી. અમે મહામારી દરમિયાન ફિલ્મ બનાવી છે અને મેં મારો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. તમને સૌને ફિલ્મ બતાવા માટે ઉત્સુક છું.” જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અજય દેવગણ નાના પણ મહત્વના રોલમાં છે.

Previous articleપ્રભારી સચિવ સ્વરૂપ પી.ના અધ્યક્ષસ્થાને જિલ્લાના મુખ્ય અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ
Next articleધોનીએ સિક્સ ફટકારીને પોતાની સ્ટાઈલમાં મેચ જીતાડી