તળાજા:.
તળાજા તાલુકાના પિંગળી ગામના વતની ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના ભરતસિંહ પરમાર ભારતીય સેનામાં નોકરીના ૧૭ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી નિવૃત થતા પોતાના વતન પિંગળી ગામ પરત ફરી રહ્યા હોય ત્યારે દેશ માટે સર્વોચ્ચ સેવા પ્રદાન કરનાર આ વીર જવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના ભાવનગર જિલ્લા તથા પિંગળી ગામ સમસ્ત દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા નિવૃત ભરતસિંહનું સૌ પ્રથમ બુધેલ ગામમાં ત્યાર બાદ સિહોર વડલાચોક ખાતે સિહોર કરણીસેના દ્વારા તથા સુરકા દરવાજા પાસે મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરાયું હતું. ત્યારબાદ દેવગાણા ગામે કરણીસેના દ્વારા, ટાણા ગામે રાજપૂત સમાજ દ્વારા તથા વરલ ગામે આહીર સમાજ તથા કોળી સમાજ દ્વારા સન્માન કરાયું હતું. પિંગળી ગામે બાપા સીતારામની મઢી ખાતે આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં સન્માન કર્યા બાદ ગામમાં ભવ્ય સત્કાર યાત્રા સાથે પુરા માનસન્માન સાથે વીર જવાનની વતનસેવા બદલ તમામે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર