અલંગ યાર્ડના વર્કીંગ પ્લોટમાંથી લોખંડના માલ-સામાનની ચોરી કરતી ગેંગને અલંગ મરીન પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.
પોલીસ અધિક્ષક પી.એલ. માલ તથા અધિક પો.અધિ. બી.યુ. જાડેજાએ અલંગ શીપયાર્ડ વિસ્તારમાં થતી ચોરીઓની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા તથા ચોરીનાં ગુન્હાઓ ડીટેકટ કરવા પીએસઆઈ ટી.એસ. રીઝવીને સુચના આપેલ હોય જે અન્વયે અલંગ શીપ યાર્ડ પ્લોટ નં. ૯૩ની સામે આવેલ વર્કીંગ પ્લોટમાંથી તા.૨૪/૪નાં રાત્રિનાં સમયે ચાર થી પાંચ માણસોએ અંદર પ્રવેશી લોખંડની નાની-મોટી પ્લેટો તથા વાલ્વ તથા એંગલ તથા પાઇપ મળી કુલ ૬૦૦ કી.ગ્રા કિ.રૂ.૨૦૦૦૦/- ની ચોરી કરેલની ફરીયાદ કિરણભાઇ મનજીભાઇ મોણપરાએ તાઃ૨૮/૪નાં રોજ કરેલી. જે અન્વયે સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસ કરતા આરોપીઓ જીતેન્દ્ર ઉફે જીતુ મનજીભાઇ પરમાર, વનરાજ ઉફે વનો નાજાભાઇ મકવાણા, વનરાજ કાળુભાઇ ઉનાવા, હકા ગણેશભાઇ કુડેચા, મનસુખ રૂપાભાઇ ઉનાવા રહે. તમામ અલંગ ગામ તા. તળાજા વાળા ને ઉપરોકત મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર અટક કરેલ. જે કામગીરીમાં પીએસઆઈ ટી.એસ.રીઝવી સાથે ડીવાયએસપી સ્કોર્ડનાં અરવિંદભાઇ ધરમશીભાઇ મકવાણા તથા અલંગ મરીન પો.સ્ટે.નાં પો.કોન્સ. દીનેશભાઇ મહીડા તથા રણજીતભાઇ પરમાર મદદમાં હતા.