કેટલીક દવાઓને આગામી દિવસોમાં માર્કેટમાં મુકવા માટે કેન્દ્ર સરકાર મંજૂરી આપે તેવી શક્યતા
નવી દિલ્હી,તા.૨
ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર હાલમાં તો ઓછુ છે અને બીજી તરફ પૂરજોશમાં કોરોનાની રસી આપવાનુ કામ પણ ચાલી રહ્યુ છે અને તેની અસર દેખાઈ છે.
અન્ય એક મોરચે પણ કોરોના સામે લડવા કામ ચાલી રહ્યુ છે. ભારતમાં હાલમાં કોરોનાનો ખાત્મો બોલાવી શકે તેવી ૨૦ દવાઓની ટ્રાયલ ચાલી રહી છે. જેમાંથી કેટલીક દવાઓને આગામી દિવસોમાં માર્કેટમાં મુકવા માટે સરકાર મંજૂરી આપે તેવી શક્યતા છે. હાલમાં તો કોરોના સંક્રમણને જોતા દવાઓની જરૂર ઓછી પડશે પણ જાણકારોનુ માનવુ છે કે ,જો આગામી દિવસોમાં કોરોનાની નવી લહેર આવી તો તેને રોકવા માટે આ દવાઓ ઉપયોગી પૂરવાર થશે અને ખાસ કરીને જેમની ઈમ્યુનિટી ઓછી છે તેવા લોકો માટે આ દવાઓ મદદગાર પૂરવાર થશે.
એક્સપર્ટસનુ એણ પણ કહેવુ છે કે, કેટલાક લોકોમાં વેક્સીન લીધા પછી પણ એન્ટિબોડી પેદા થતી નથી અથવા તેનુ પ્રમાણ ઓછુ રહે છે અથવા કેટલાક લોકો સ્વાસ્થ્યના કારણે વે્કસીન લઈ શકે તેમ હોતા નથી. આ સંજોગોમાં કોરોના સામેની દવાઓ અસરકારક પૂરવાર થશે.હાલમાં ભારતની વિવિધ દવા કંપનીઓ અલગ અલગ પ્રકારની દવાની ટ્રાયલ લઈ રહી છે. જેમાં નઝલ સ્પ્રેનો પણ સમાવેશ થાય છે.