મહાત્મા ગાંધી જયંતી, ૨ જી, ઓકટોબરના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ ધરણા કાર્યક્રમ કરી સરકારશ્રી પાસે પુરુષ આયોગ રચવાની અને નિર્દોષ પુરુષો, માતાઓ અને બહેનોને સ્ત્રી કાયદાઓના દુરુપયોગ સામે રક્ષણ આપતા કાયદા અને પુરુષ આયોગ બનાવવાની માંગ કરી છે. તેમજ ભારતના રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્રના માધ્યમથી સ્ત્રી કાયદાઓનો દુરુપયોગ કરતી મહિલાઓ અને તેના મળતીયાઓને સખત સજા કરતો કાયદો પસાર કરવા નમ્ર અપીલ કરી છે. આપણા દેશમાં લગભગ તમામ બાબતો માટે આયોગ છે, કાયદાઓ છે, પણ પુરુષોના લગ્ન સબંધી અધિકારોનું અને તેના માતા-પિતા,ભાઈ,બહેનનું સ્ત્રી કાયદાના દુરુપયોગ હેઠળ થતું શોષણ સામે રક્ષણ આપતો કોઈ ખાસ કાયદો કે આયોગ નથી. જે રીતે મહિલાઓને અત્યાચાર અને શોષણ સામે રક્ષણ, સલામતી અને સુરક્ષા આપવા અને ઉત્કર્ષ માટે મહિલા આયોગની રચના કરવામાં આવી, એ જ રીતે પુરુષોને પણ મહિલાઓ દ્વારા થતા અત્યાચાર,શોષણ સામે રક્ષણ, સલામતી અને સુરક્ષા આપવા પુરુષ આયોગની રચના કરવામાં આવે એવી માંગ દિલ્હીના જંતર મંતર પર આ મુદ્દે એકઠા થયેલા પુરુષો અને મહિલાઓએ પુરુષોના અધિકાર માટે લડતી સંસ્થાઓ જેવી કે, આવાજ ફાઉન્ડેશન, પુરુષ આયોગ, વગેરે સાથે મળીને એક સુરમાં પોતાનો અવાજ ઉઠવ્યો છે. આઈ.પી.સીની કલમ-૪૯૭ને ફરીવાર અમલમાં લાવી પત્ની અને તેના પ્રેમીને સખત સજા આપતી જોગવાઈ કરવાની, નિર્દોષ સાબિત થયેથી પુરુષને નાણાકીય વળતર, પુનઃવસન સહાય, અને સરકારી નોકરીમાં આ કેસની કોઈ અસર ન થાય, વગેરે જેવા મુદ્દાઓ સાથે આ કાયક્રમને સફળ બનાવવા પુરુષો આયોગ નિર્માણ ચળવળના ફાઉંડર મેમ્બર બરખાબેન ત્રેહાન, પંચમભાઈ, ગજોધર-સાયકલ યાત્રી અને અલગ અલગ સંસ્થાના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલા ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી.
એવું મીતેષકુમાર ગોહેલની યાદીમાં જણાવાયું છે.