પાલીતાણાના સોનપરી ગામે ૧૦૮ની ટીમે વાનમાં જ મહિલાની સફળતા પૂર્વક ડીલેવરી કરાવી

317

પ્રસુતિ પીડાથી તડપતી મહિલાને સફળ ડીલેવરી કરાવી બે જોડીયા બાળકો તથા માતાને નવ જીવન અપાવ્યું
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલા સોનપરી-૨ ગામે વાડી વિસ્તારમાં રહેતી એક પરણીતાને પ્રસવપિડા ઉપડતા ૧૦૮ની કુશળ ટીમે અંતરીયાળ વિસ્તારમાં પહોંચી વાનમાં જ સફળતા પૂર્વક ડીલેવરી કરાવી બે જોડીયા નવજાત બાળકો તથા મહિલાને નવ જીવન અપાવ્યું હતું. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ પર રહેતા ૧૦૮ આપાતકાલિન સેવાનાં ઈએમટી જગદીશ બારૈયા તથા પાઇલોટ દિલુભા ગોહિલને કોલ મળ્યો હતો કે, પાલીતાણા તાલુકાના સોનપરી-૨ ગામની સીમમાં રહેતા ખેત શ્રમિક રાજેશ નામનાં યુવાનની પત્ની ભાવનાબેન ઉ.વ.૨૬ને પ્રસવપિડા ઉપડી છે અને અંતરીયાળ વિસ્તારને પગલે ઝડપથી આરોગ્ય કેન્દ્ર પર પહોંચી શકે તેમ નથી. તબીબીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં મહિલાને સફળ પ્રસુતિ કરાવીત્યારે ૧૦૮ની ટીમે વિના વિલંબ કર્યે સૂચિત લોકેશન પર પહોંચી તપાસ કરતાં પ્રસુતા અસહ્ય લેબર પેઈનથી હેરાન પરેશાન થઈ રહી હતી. પરંતુ કુશળ ઈએમટી જગદીશે પ્રસુતાને સાંત્વના આપી તપાસતા મહિલાનાં ગર્ભાશયમાં બે જોડીયા બાળકો જણાયા હતાં. આથી ઈએમટી જગદીશ ભાઈએ તબીબી રામાણીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં મહિલાને સફળ પ્રસુતિ કરાવી હતી અને પોતાના અનુભવના આધારે બે બાળકો તથા મહિલાને નવું જીવન પ્રદાન કર્યું હતું. આ તકે મહિલાનાં પરીજનોમાં ખુશીનો પાર ન હતો અને ૧૦૮ની ટીમનો આભાર માન્યો હતો.

Previous articleવન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે કાર્યક્રમ યોજાયો
Next articleનંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ