ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉનાવા ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા સાંસદ શંભુપ્રસાદ ટુડિયાએ જણાવયું હતું કે, દેશના લાખો ગરીબો માટે નેશનલ હેલ્થ પ્રોટેકશન મશીનની આરોગ્ય-લક્ષી યોજના ગરીબો માટે ખૂબ જ લાભદાયી છે.
આ યોજના હેઠળ રૂપિયા ૫ લાખની કેશલેશ પોલીસી વાળી મેડિકલ સેવાનો લાભ મળનાર છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ૫૬,૮૭૪ કુટુંબોને આ યોજના હેઠળ આવરી લઇ તેના લાભો મળનાર છે. તો તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. યોજનાની વિસ્તૃત માહિતી આપી આ યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ આયુષ્યમાન ભારત ઉજવણીના કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકી, પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ સહિત આરોગ્ય વિભાગના સ્થાનિક અધિકારીઓ, કર્મચારી ઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.