સદગુરુ સ્કૂલ ઠળિયા દ્વારા ગાંધીજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

464

દેશને આઝાદી અપાવવામાં અને અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને બહાર લાવનાર પોરબંદરના સપૂત એવા મોહનદાસ કરમચંદ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે શાળામાં બાળકો દ્વારા ગાંધીબાપુના જુદા જુદા આંદોલનો અને દાંડીકૂચ ની યાત્રા, ગામડાનું જીવન વગેરે વિશે બાળકોને માહિતી શાળાના સંચાલક ભરતભાઈ ટાઢા એ આપી. ગાંધીબાપુ એ જીવનમાં કરેલા સત્ય અને અહિંસા ના નિયમ થકી અંગ્રેજોને ભગાડનાર દેશને આઝાદ કરનાર ગાંધીજીના બાળપણ યુવાની અને સત્યાગ્રહો વિશે ગૌસ્વામી વિરાલીબેને બાળકોને માહિતગાર કર્યા આ કાર્યક્રમના અંતે ગાંધીબાપુ ના જીવન વિશે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં ભંમર જાનવીબેન, વિંઝવા કાનુભાઈ અને ટાઢા ખુશાલભાઈને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમમાં બાળકોને ગાંધીજી વિશે જન્મથી લઇ તેના કાર્યો સત્ય અને અહિંસા વિશે ગાંધીજીના સંઘર્ષ વિશે ખુબજ માહિતી મળી બાળકોને ખુબ મજા આવી.

Previous articleતળાજાના તલ્લી ગામે ગાંધીજીને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો
Next articleદુબઈના બિઝનેસમેન સાથે મૌની રોય સાત ફેરા લેશે