શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦ હજાર પક્ષીકૂંજનું વિતરણ

820
gandhi152018-1.jpg

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલ પશુ પક્ષીઓની હાલત કફોડી બની જાય છે. પાણીની શોધમાં ભટકતા પક્ષીઓ મૂર્છીત થઇને પડી જઇ મોતને ભેટવાનાં બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે ગાંધીનગરનાં જીવદયા પ્રેમી યુવાનોનાં શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૭ વર્ષથી ઉનાળાનાં દિવસોમાં પક્ષીઓ માટે પાણીનાં કૂંડાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે રવીવારે સેકટર ૨૧નાં શોપીંગમાં આ ટ્રસ્ટનાં યુવાનો દ્વારા ૨૦ હજાર કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. 

Previous articleગાંધીનગરના ઉનાવા ખાતે આયુષ્ય- માન ભારત દિનની ઉજવણી કરાઇ
Next articleઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાજીની સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે પરંપરાગત નગરયાત્રા નીકળી