ભારત બાયોટેકે DCGIને મોકલ્યો ટ્રાયલ ડેટા : ૨થી ૧૮ વર્ષના બાળકો પર કરાયો છે વેક્સીનનો ટ્રાયલ દેશમાં હજુ સુધી બાળકો માટે વેક્સીન ઉપલબ્ધ નથી
નવી દિલ્હી, તા.૩
ભારતમાં બનેલી કોરોના વાયરસની વેક્સીન’Covaxin’ને બાળકો પર ઈમર્જન્સીઉપયોગ માટે જલદી મંજૂરી આપવામાં આવી શકે છે. ભારત બાયોટેક ૨થી ૧૮ વર્ષના એજગ્રુપ પર વેક્સીનની ટ્રાયલના ડેટા રેગ્યુલેટરને સબમિટ કરવામાં આવ્યા છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ કૃષ્ણા એલ્લાએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરીને જાણકારી આપી હતી. હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ડેટાને રિવ્યૂ કરશે અને બધુ સારું થયું તો બાળકોને Covaxin લગાવવાની મંજૂરી આપવામાં આવશે. આ દેશમાં બાળકો માટે ઉપલબલ્ધ થનારી પહેલી વેક્સીન હશે.એમ્સ સહિત ઘણી જગ્યાઓ પર વેક્સીનની બાળકો પર ટ્રાયલ થઈ છે. આ ટ્રાયલ ત્રણ તબક્કામાં થઈ છે. પહેલા તબક્કામાં ૧૨-૧૮ વર્ષના બાળકો, પછી ૬-૧૨ વર્ષના અને અંતમાં ૨-૬ વર્ષના બાળકો પર વેક્સીનની ટ્રાયલ કરવામાં આવી હતી. ભારતમાં વયસ્કો માટે ઘણી રસી ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે કોઈ રસી નથી. ડૉ. એલ્લા મુજબ WHO પાસેથી પણ જલદી કોવેક્સીન માટે આ મહિને મંજૂરી મળી શકે છે. તેમણે કહ્યું કે તેમની કંપની WHO ને તમામ ડેટા સોંપ્યો છે. રિપોર્ટ્સ મુજબ ભારત બાયોટેકે WHO માં ૯ જુલાઈ સુધી ડેટા સબમિટ કરી દીધો હતો. ગ્લોબલ સંસ્થાને વેક્સીનનો રિવ્યૂ કરવામાં લગભગ ૬ અઠવાડિયાનો સમય લાગી શકે છે. એકવાર WHO વેક્સિન ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપે તે પછી કોવેક્સિન લેનારા કોઈ અનિવાર્ય ક્વોરન્ટીન વગર વિદેશ યાત્રા કરી શકે છે.દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શનિવારે દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે માહિતી આપતા જણાવ્યું કે, ૯૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
તેમણે ટિ્વટ કરીને જણાવ્યું કે, “શાસ્ત્રી જીએ જય જવાન-જય કિસાનનો નારો આપ્યો હતો, અટલજીએ તેમાં જય વિજ્ઞાન જોડ્યું હતું અને હવે વડાપ્રધાન મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. કોરોના વેક્સીન એ જ અનુસંધાનનું પરિણામ છે.”