ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાજીની સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે પરંપરાગત નગરયાત્રા નીકળી

765
gandhi152018-4.jpg

ઊંઝામાં બિરાજમાન ઉમિયા માતાજીની સોમવારે વૈશાખી પૂનમ નિમિત્તે પરંપરાગત નગરયાત્રા નીકળ્યા હતા. માતાની નગરયર્ચાને લઇ નગરજનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. 
માનાં વધામણાં કરવા ઘરેઘેરે આસોપાલવનાં તોરણ બાંધવામાં આવ્યા હતા. સોમવાર સવારે ૮-૧૫ કલાકે મૈયાને વિદેશી ફૂલોથી શણગારાયેલા ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ઊંઝા સહિત દેશ-વિદેશમાં વસતા મા ઉમાના ભક્તો તેમજ વંશજો મા ઉમાની નગરયાત્રામાં જોડાયા હતા. સાથે જ માતાની નગરચર્યામાં ૧૨૫થી વધુ ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી.
સવારે ૬-૩૦ કલાકે માતાજીની પાવડી પૂજન કરવામાં આવ્યું હતું. આરતી બાદ માતાજીને રથમાં બિરાજમાન કરાયા હતા, ચોકીદારની ફાયર સલામી બાદ પિતાંબરધારી પાટીદારો રથને રસ્સાથી ખેંચવાનું શરૂ કર્યું હતું. 
નગરયાત્રાને લઇ ગંજબજાર સહિતના તમામ બજારો બંધ પાળી નગરયાત્રામાં જોડાયા હતા. અહીં આવતા માઇભક્તોની સેવા માટે ઠેર ઠેર સરબત, છાસ, આઇસ્ક્રિમ, પાણી સહિતના કેમ્પ ઊભા કરાયા હતા. રથનું ગંજબજાર સહિત તમામ મહોલ્લા, પરા, ચોક, વિસ્તાર, ધાર્મિક મંદિરો, સંસ્થાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.

Previous articleશ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦ હજાર પક્ષીકૂંજનું વિતરણ
Next articleવન વિસ્તારની ઝાડીઓમાં આગચંપી યથાવત, લીલા ઝાડ હોમાઇ રહ્યા છે