શહેરમાં નવરાત્રીની તડામાર તૈયારી શરૂ

274

ગોહિલવાડ નવ દિવસમાં આદ્ય શક્તિ જગદંબાની ભક્તિમાં લીન બનશે
ગોહિલવાડ માં નવલાં નોરતાં આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે માઈ ભક્તો દ્વારા નવરાત્રી ની ઉજવણી સંદર્ભે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શહેર-જિલ્લામાં આવેલા પ્રાચિન-અર્વાચીન માતા ના મંદિરો શક્તિ પીઠો માં નવરાત્રી સંદર્ભે સજાવટ-રંગ-રોગાન અને રોશની થી ઝળહળતા કરવા ભક્તો દિવસ-રાત એક કરી રહ્યાં છે.
ગુજરાતી ધાર્મિક પરંપરા નું સૌથી વધુ દિવસો સુધી ઉજવાતુ પર્વ એટલે નવરાત્રી આસો સુદ એકમ થી નોમ આ નવ દિવસ શ્રધ્ધાળુઓ આદ્ય શક્તિ માં અંબા ની ભક્તિ-ગુણગાન મહા પૂજા અને ગરબાની રમઝટમા લીન રહે છે ત્યારે માં ભવાનીના નવદિવસીન નોરતાં ની ઉજવણી પૂર્વે ની તડામાર તૈયારીઓ ને ભક્તો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે દૈવી મંદિરોમાં રહેલી ગરબીઓ ની સજાવટ સાથે નવદિવસીય ઉજવણી જેમાં દરેક દિવસની અલગ અલગ પ્રકારે ઉજવણી અંગે ગોઠવણી કરવામાં આવી રહી છે આગામી તા,૭ ઓકટોબર ને ગુરુવારે નવરાત્રી પર્વનો આરંભ થશે ૭ ઓક્ટોબર થી નવ દિવસ માટે દરરોજ રાત પડે ને દિવસ ઉગશે ભાવેણાનુ યુવાધન શેરી ગરબામાં જોડાવા થનગની રહ્યું છે ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં નવરાત્રી સંદર્ભે ની વિવિધ ચિઝવસ્તુઓ તથા પૂજા-અર્ચના ની લેટેસ્ટ અવનવી વેરાઈટીઓ નો રીતસર ખજાનો ખુલ્યો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો દ્વારા આ વર્ષે માતાજીનો ચંદરવો,ભેળીયો તથા કલાત્મક ચૂંદડી ની ખાસ્સી માંગ કરી રહ્યાં હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે આ ઉપરાંત દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી ચાઈનીઝ સિરીઝ સાથે લેસર લાઈટો ની જબરી ડિમાન્ડ જોવા મળી રહી છે ગત વર્ષે કોરોના મહામારી ને પગલે લોકો નોરતાં ની જાહેર ઉજવણી કરી શકયા ન હતાં અને આ વર્ષે પણ સરકારે પ્રોફેશનલ રાસ,ગરબાની ઉજવણી-આયોજન અંગે મંજૂરી આપી નથી પરંતુ શેરી તથા સોસાયટીઓમાં ૪૦૦ લોકો સુધી ની લીમીટ સાથે મંજૂરી આપી છે પરિણામે આ વર્ષે શેરી ગરબાની જોરદાર રોનક જોવા મળશે સોસાયટીઓ શેરીઓમાં દર વર્ષે યોજાતા નવરાત્રી આયોજનોની આ વર્ષે ખૂબ જ ડિમાન્ડ નિકળી છે જાહેર-પ્રોફેશનલ આયોજનો બંધ રહેતા ખેલૈયાઓ નો પ્રવાહ શેરી ગરબા તરફ વળ્યો છે. પરિણામે શેરીઓમાં આલા દરજ્જાની સાઉન્ડ સિસ્ટમ ની હિમાયત યુવાધન કરી રહ્યું છે અને ઈલેક્ટ્રિક સાઉન્ડ સિસ્ટમ અંગે ના ઉપકરણો ની બજાર પણ આજકાલ હોટ જોવા મળી રહી છે લોકો મન મૂકીને ખર્ચ-ખરીદી કરી રહ્યાં છે ટૂંકમાં નવલાં નોરતાને વધાવવા લોકો તત્પર બન્યાં છે.

Previous articleગોવંશ તથા માલધારી સમાજ વિરુદ્ધ પ્રદેશ ભાજપા પ્રમુખે કરેલ નિવેદન સંદર્ભે પ્રમુખ માફી માગે તેવી માલધારી સમાજની માગ
Next articleઆત્મનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા ઓફલાઇન વર્ગો શરૂ કરવા DEO ને રજૂઆત