સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને પોતાની અનુકૂળતા મુજબ પરીક્ષાઓ લેવાની છુટ આપવા માંગ કરી
સ્વનિર્ભર શાળા સંચાવક મહામંડળ-ગુજરાત ના નેજા હેઠળ ભાવનગર શહેર-જિલ્લા માં સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ ધરાવતા સંચાલકો દ્વારા ઓફલાઇન વર્ગો અને સત્રાંત પરીક્ષાઓ પોતાની અનુકૂળતા મુજબ યોજવા સરકાર મંજૂરી આપે એ માટે જિલ્લા શિક્ષાધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યભરમાં આવેલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્ય માં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ને સંબોધતુ આવેદનપત્ર ડીઈઓ ને સોપ્યું હતું જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લા સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલકો દ્વારા ડીઈઓ ને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્ર માં એવો ઉલ્લેખ કર્યો છે કે વૈશ્વિક સ્તરે અનેક નિષ્ણાતો એ જણાવ્યું છે કે હવે આવનારા સમયમાં કોરોના મહામારી ની ત્રીજી લહેરની કોઈ સંભાવના નથી આથી નોનગ્રાન્ટેડ શાળાઓમાં સરકારી તથા મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ ધોરણ ૧ થી ૫ ના વર્ગો શાળાઓમાં ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે અને તાજેતરમાં રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે તમામ શાળાઓમાં એક જ સાથે અને એક કજ સમયે સત્રાત પરીક્ષાઓ યોજવામાં આવે જેમાં દરેક નોનગ્રાન્ટેડ શાળાઓ દ્વારા અભ્યાસક્રમમાં અલગ અલગ સિલેબસ પૂર્ણ કર્યાં હોય અને ટેકનિલ તથા થિયરીકલ રીતે એક જ સાથે અને એક જ સમયે પરિક્ષા યોજવી શકય નથી આથી નોનગ્રાન્ટેડ શાળાઓને પોતાની અનુકૂળતા મુજબ પરિક્ષાઓ યોજવાની મંજૂરી આપવામાં આવે અને આ પરીપત્ર જાહેર કરતાં પૂર્વે નોનગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળને વિશ્ર્વાસ માં લીધું નથી આથી પોતાની રીતે પરીક્ષા લેવા છૂટ આપવામાં આવે એવી માંગ કરી છે.