આગામી તા.૭ને ગુરૂવારથી માતાજીની આરાધનાં કરવાનાં પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે ત્યારે દરેક હીંદુ સમાજનાં ઘરમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં માટીકામ તથા માટલા બનાવતા કુંભાર કારીગરો દ્વારા હાલમાં માતાજીનાં ગરબા બનાવવાની કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે. ગુરૂવારથી દરેક હિન્દુ સમાજનાં ઘરમાં ગરબાનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરવામાં આવશે.