વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટનાં ઉપાધ્યક્ષ પ્રાધ્યાપકના ૭૫માં વર્ષ પ્રસંગે અભિવાદન સમારોહ યોજાયો

4102

પ્રવીણભાઈ ઠક્કરનાં શિક્ષક તરીકેનાં કર્મઠ જીવનનાં પ્રેરણાત્મક પ્રસંગોને સાંકળી “જીવન ગરિમાનાં સંવાહક” ગ્રંથનું વિમોચન કરાયું
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટનાં ઉપાધ્યક્ષ પ્રાધ્યાપકના ૭૫માં વર્ષ પ્રસંગે તેમનો અભિવાદન સમારોહ તથા ગ્રંથનું વિમોચન શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
ગાંધી જયંતી પ્રસંગ સાથે સ્વરાજ્યનાં અમૃત મહોત્સવેને લઈ ઈ-તાલીમ સાથે જોડાયેલ ૩૦૦થી વધુ કાર્યકરો, વિદ્યાર્થીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલ સન્માન સમારોહમાં પ્રાધ્યાપક ડૉ. અરૂણભાઈ દવે, ડૉ.નાનકભાઈ ભટ્ટ, હસમુખભાઈ પટેલનાં વરદ હસ્તે પ્રવીણભાઈ ઠક્કરનાં શિક્ષક તરીકેનાં કર્મઠ જીવનનાં પ્રેરણાત્મક પ્રસંગોને સાંકળી “જીવન ગરિમાનાં સંવાહક” ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.

ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહાર સંસ્થામાં યોજાયેલા સમારોહમાં દેવચંદભાઈ સાવલીયાએ સહુનુ સ્વાગત પ્રવચન કર્યું હતું, ત્યારબાદ બીજા સત્રમાં “આપણો સમાજ ધર્મ” વિષયે ડો.હીમાંશુભાઈ મહેતા તથા રવિન્દ્રસિંહ સરવૈયાએ સામાજિક અનુબંધ વિષયે પોતાના વિચારો વ્યકત કર્યા હતાં. શિશુવિહાર સંસ્થાનાં નિમંત્રણથી યોજાયેલા સમારોહમાં ભાવનગર શહેરના ગરીબ વિધાર્થીઓ માટેની જીવન શિક્ષણ તાલીમનાં સહાયકર્તા હિમેશભાઈ ત્રિવેદીનું વિશેષ અભિવાદન સંસ્થા પ્રમુખ રાજેન્દ્રભાઈ દવેનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત વિશ્વ વાત્સલ્ય અને ડ્રોપ સંસ્થાનાં ૭૦ વિધાર્થીઓને સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાધ્યાપક ડૉ. છાયાબહેન પારેખનાં સંકલન હેઠળ યોજાયેલ સમારોહમાં ભોજન ઇત્યાદિ સુવિધા સંસ્થાનાં કાર્યકરો અનિલભાઈ બોરીચા, હિનાબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણા, રશ્મિકાંતભાઈ સાકરવાડીયા, કમલેશભાઈ વેગડ તથા પોપટભાઈ વેગડએ સારી ઝેહમત ઉઠાવી હતી.

Previous articleઘોઘાગેટ ચોકમાં લારી-ગલ્લાની અડચણોને નઝર અંદાજ કરતું તંત્ર તથા ટ્રાફિક પોલીસ
Next articleમોખડકાની ક્યૂટ ક્યુટ ગર્લ પ્રિયાંશીનો આજરોજ જન્મદિવસ