ભાવનગર શહેરનાં કુંભારવાડા વોર્ડમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ વિસ્તારના સ્થાનિક નગર સેવકો અને સોલિડ વેસ્ટના સેનેટરી ઇન્સપેકટર અને સ્ટાફ દ્વારા વિસ્તારમાં પગપાળા ચાલીને લોકોને અને દુકાનદારોને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા સમજણ આપી હતી. અને પ્રતિબંધક પ્લાસ્ટીકના ઝબલા અને પાન માવાના કાગળો ન વાપરવા જણાવ્યું હતું તેમજ ખુદ નગર સેવકો દ્વારા રસ્તાઓ ઉપરથી કચરો વિણીને ટેમ્પલ બેલ્ટમાં નાખવામાં આવ્યો હતો. તે તંત્ર કેટલુ જાગૃત છે તેની ચાડી ખાય છે. તેમજ વોર્ડ ઓફિસમાં છંટકાવ માટેનો પાવડર હોવા છતાં હાલની મચ્છર જન્ય રોગચાળાની સિઝનમાં છંટકાવ કરવામાં નિષ્કાળજી દાખવવામા આવી રહી છે.