ન્યુ દિલ્હી,તા.૦૪
પૂર્વ ભારતીય દિગ્ગજ બેટેસ્મેન વીરેન્દ્ર સહેવાગે આઇપીએલ ફ્રંચાઇઝી પંજાબ કિંગ્સના યુવા ઝડપી બોલરના ખુબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું, જો આ બોલર આવી જ રીતે બોલિંગ કરતો રહ્.યો તો તે ખુબ જ જલ્દી ભારતીય ટીમમાં એન્ટ્રી કરી શકે છે. પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ આઇપીએલના બીજા તબક્કામાં સારી લયમાં બોલિંગ કરી રહ્યો છે. તેણે બીજા તબક્કામાં અત્યાર સુદીમાં ૪ મેચોમાં તેણે ૯ વિકેટ પોતાના નામે કરી છે. અર્શદીપ સિંહે રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોર વિરૂદ્ધ ૩૨ રન આપીને ૫ વિકેટ પોતાના નામે કરી હતી. આઇપીએલની આ સિઝનમાં તે બીજો એવો બોલર છે જેણે ૫ વિકેટ પોતાના નામે કરી છે. પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે અર્શદીપના ખુબ જ વખાણ કર્યા છે. સહેવાગનું માનવું છે કે, અર્શદીપ જો આવી રીતે જ બોલિંગ કરતો રહ્યો તો ભારતીય ટીમમાં તેની પસંદગી થઇ શકે છે. સહેવાગે સાફ શબ્દોમાં કહ્યું, બીસીસીઆઈને આવા યુવા ટેલેન્ટ પર જરૂર ધ્યાન આપવું જોઇએ. અર્શદીપ સિંહની બોલિંગનો પ્રશંસક બનેલ વીરેન્દ્ર સહેવાગે કહ્યું, તે બોલને એવી રીતે સ્વિંગ કરાવે છે જેમ કોઇ દિગ્ગજ બોલિંગ કરતું હોય. જો આવી જ રીતે તે બોલિંગ કરતો રહ્યો તો આગામી સમયમાં તે ઘાતક બોલિર સાબિત થઇ શકે છે. અર્શદીપે આઇપીએલ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૧૦ મેચ રમી છે જેમા તેણે ૧૬ વિકેટ પોતાના નામે કરી છે. આગામી મુકાબલાઓમાં અર્શદીપ બાકી ટીમો માટે ખતરનાક સાબિત થઇ શકે છે.