આર્યનના ફોનમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસવીર તરફ ઈશારો કરતા પિક્ચર ચેટ લિંકનો પણ ઉલ્લેખ છે
મુંબઈ, તા.૪
ડ્રગ્સ કેસમાં બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ગુરૂવાર સુધી નાર્કોટિક્સ એજન્સીની કસ્ટડીમાં રહેશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (એનસીબી) શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની રવિવારે ધરપકડ કરી છે. એનસીબીએ ક્રૂઝ શિપ પર રેડ કરતા પાર્ટીમાંથી ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કરાયું હતું અને ઘણાં લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ હતી. રવિવારે એનસીબીએ આર્યન ખાન સહિત ૩ લોકોની ધરપકડ કરી હતી. જેમાં શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સિવાય અરબાઝ મર્ચન્ટ અને મૉડેલ મુનમુન ધામેચા સામેલ છે. રિપોર્ટ મુજબ, આર્યન ખાનની ડ્રગ્સ કંઝમ્પશન મામલે ધરપકડ કરવામાં આવી છે. એનસીબીએ એનડીપીએસ સેક્શન ૨૭ હેઠળ ધરપકડ કરી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ શનિવારે મુંબઈમાં ચાલી રહેલી એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ કરી હતી, જે બાદ ૮ લોકોની ધરપકડ કરી લેવાઈ હતી. રવિવારે સાંજ સુધી આ તમામની પૂછપરછ કરવામાં આવી જે બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે, જેમાં શાહરૂખ ખાનનો દીકરા આર્યન ખાન પણ સામેલ છે. આજે ફરી આ મામલે સુનાવણી થઈ છે અને આર્યન સહિત ત્રણ આરોપીઓની કોર્ટમાં રજૂઆત હતી. એનસીબીએ કોર્ટમાંથી આરોપીઓની ૧૧ ઓક્ટોબર સુધી કસ્ટડી માગી હતી. પરંતુ કોર્ટે તેને સાતમી ઓક્ટોબર સુધીની એનસીબીની કસ્ટડી મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યુ છે કે આર્યન ખાનના ફોનમાં વાંધાજનક તસવીર મળી છે. આ સિવાય પણ એજન્સી તરફથી કેટલાક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. રેવ પાર્ટી મામલે ધરપકડના એક દિવસ બાદ શાહરૂખ ખાનના દીકરા આર્યનને એનસીબીએ કસ્ટડીમાં લેવાની માગ કરી છે. એનસીબીએ પોતાના પક્ષમાં કહ્યુ છે કે જો અમે આ લોકોની કસ્ટડી ના કરીએ તો એ વાત સ્પષ્ટ થઈ શકશે નહીં કે ડ્રગ્સ કેવી રીતે તેમની પાસે પહોંચ્યુ. અમે ગઈ વખતે પણ કેટલાક લોકોને પકડ્યા હતા પરંતુ આ વખતે અલગ-અલગ લોકો છે સૌથી વધારે ચિંતા યુવાનોની છે. આ લોકોના ડ્રગ લેવાથી સમગ્ર પરિવાર અને સમાજ પ્રભાવિત થાય છે. યુવાઓ માટે આ લોકો રોલ મોડલ હોય છે જે ઘણી ચિંતાની વાત છે. આરોપીઓના રિમાન્ડની માગ કરતા એનસીબીએ કહ્યું કે આર્યનના ફોનમાં વાંધાજનક સામગ્રીની તસવીર મળી છે. ફોનમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસવીર તરફ ઈશારો કરતા પિક્ચર ચેટ લિંકનો પણ ઉલ્લેખ છે. ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન સિવાય અરબાઝ અને મુનમુન સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરાઈ છે. આમના ફોનમાંથી શંકાસ્પદ ટ્રાન્જેક્શનનો પણ ઉલ્લેખ છે. સાથે જ ડ્રગ્સ ખરીદી માટે કેટલાક કોડ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આર્યન ખાન તરફથી કહેવામાં આવ્યુ છે કે હું ત્યાં એક સ્પેશ્યલ ગેસ્ટ હતો, મારા તમામ સામાન સ્કેન થઈને ગયુ હતુ. મારી પાસેથી જે પણ વાત કહેવામાં આવી છે તેનુ પંચનામુ નથી, મોબાઈલ ફોન તપાસ શરૂ થતા જ લઈ લેવામાં આવ્યો હતો.