અનિલ અંબાણી, કિરણ મજુમદાર શાહના પતિ, નિરવ મોદીની બહેન વગેરેના નામ આવ્યા : નાદાર ગણાવનાર અનિલ અંબાણીની વિદેશમાં ૧૮ કંપનીઓ, સચિનની પણ વિદેશમાં સંપત્તિઓ હોવાનો ખુલાસો
ન્યુ દિલ્હી,તા.૪
આજથી પાંચ વર્ષ પહેલાં સમગ્ર દુનિયામાં પનામા પેપર્સ લીકે હડકંપ મચાવ્યો હતો જેમાં દુનિયાની જાની-માની મોટી હસ્તિઓના નામ ખૂલ્યા હતા. આ પેપર્સ લીકમાં મોટી-મોટી નામી અનામી હસ્તિઓ કેવી રીતે ટેક્સ ચોરી માટે અલગ અલગ રીતનો ઉપયોગ કરતાં હોય તેમાં ખુલાસો થયો હતો. પરંતુ હવે ફરી એકવાર સમગ્ર દુનિયા સમક્ષ વધુ એક પેંડોરા પેપર્સ લીકે તહલકો મચાવ્યો છે. જેને લઇ સમગ્ર દુનિયાભરમાંથી ચોંકાવનારો નામો સામે આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ પેપર્સ લીકમાં ક્રિકેટના ભગવાન ગણાતા અને સચિન તેંડુલકરનું પણ નામ સામે આવ્યું છે.
પેંડોરા પેપર્સ લીક દુનિયાભરના અંદાજે ૧૨ મિલિયન દસ્તાવેજોને દિવસ રાત ખંગોળ્યા બાદ દુનિયાભરમાં ચાલી રહેલી પૈસાની લેવડ-દેવડ અને હેરાફેરીને લઇ ખૂબ જ મોટો ખુલાસો કરે છે. આ એક એવું લીક છે જે છુપાયેલી સંપત્તિ, ટેક્સથી બચવાની પદ્ધતિઓ, દુનિયાના કેટલાંય ધનિક અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડ્રિંગનો ખુલાસો કરે છે. ૧૧૭ દેશોના ૬૦૦થી વધુ પત્રકારો અને ૧૪૦ મીડિયા ઓર્ગેનાઇઝેશને કેટલાંય મહિનાઓ સુધી સતત કામ કર્યુ અને ૧૪ અલગ-અલગ સ્ત્રોતોથી દસ્તાવેજો શોધતા આ તમામ ખુલાસા કર્યા છે. આ ખુલાસો ઇન્ટરનેશનલ ઓફ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ (ૈંઝ્રૈંત્ન) એ કર્યો છે. જે વિશ્વનો સૌથી મોટો ખુલાસો મનાય છે. પેંડરો પેપર્સ લીકમાં દુનિયાની કેટલાંય દેશોની મોટી હસતીઓના નામ સામે આવ્યા છે. પેંડોરા પેપર્સ લીકમાં પાકિસ્તાન અને ભારતના કેટલાંય નેતાઓ અને હસતીઓના નામ સામે આવ્યા છે. પાકિસ્તાનના ઇમરાન ખાન અને ભારતના સચિન તેંડુલકરનું નામ પણ સામે આવ્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે પેંડોરા પેપર્સ લીકમાં ભારતની ૩૦૦થી વધુ મોટી હસતીઓના નામ છે. જેમાં ૬૦ પ્રખ્યાત વ્યક્તિઓ અંગેના પુરાવાના પટારા જ હાથ લાગ્યા છે. પેંડોરા પેપર્સ લીક કરનાર સંસ્થાનું કહેવું છે કે ધીમે-ધીમે નામોના ખુલાસા પુરાવાની સાથે કરાશે. કહેવાય છે કે આ લોકોએ ટેક્સ બચાવા માટે કેટલાંય પ્રકારના ગેરકાયદેસર કામ કર્યા જેમાં સમઓા, બેલીજ, કુક આઇલેન્ડ સિવાય બ્રિટિશ વર્જિન આઇલેન્ડ અને પનામામાં ટેક્સ હેવન બનાવાનું કામ કર્યું છે. પેંડોરા પેપર્સ લીકની ફાઇલોમાંથી ખુલાસો થયો છે કે કેવી રીતે દુનિયાના સૌથી શક્તિશાળી લોકો જેમાં ૯૦ દેશોના ૩૩૦થી વધુ રાજકીય નેતા સામેલ છે. તેમણે પોતાના નાણાંને છુપાવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો છે. આ રિપોર્ટમાં કહ્યું છે કે ભારતના ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે પણ પનામા પેપર્સ લીકના ત્રણ મહિના બાદ વર્જીન આઇલેન્ડમાં હાજર પોતાવની સંપત્તિને વેચવાની કોશિશ કરી હતી. વિશ્વના કેટલાંય મોટા નેતાઓના નામ પેંડોરા પેપર્સ લીકમાં આવ્યું છે. જેમાં જોર્ડનના રાજા, યુક્રેન, કેન્યા, ઇકવાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાનનું નામ સામેલ છે. આ સિવાય બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેયરનું નામ પણ સામેલ છે. આ સિવાય રશિયાના વ્લાદિમીર પુતિનના ખૂબ જ નજીકના સહયોગી પણ સામેલ છે. આ સિવાય રશિયા, અમેરિકા, મેક્સિકોના અંદાજે ૧૩૦ અબજોપતિના નામ સામેલ છે. ૯૦ દેશોના ૩૩૦ મોટા નેતાઓના નામ પેન્ડોરા પેપરની ફાઈલોથી ખુલાસો થાય છે કે, કેવી રીતે દુનિયાના અમુક શક્તિશાળી લોકો જેમાં ૯૦ દેશોના ૩૩૦થી વધારે રાજનેતા સામેલ છે તેમણે તેમના ધનને છુપાવવા માટે ગુપ્ત કંપનીઓનો ઉપયોગ કર્યો છે. અમેરિકન થિંક ટેન્ક ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટીગ્રિટીના લક્ષ્મી કુમારે જણાવ્યું છે કે, આ લોકો મોટા ભાગે જાણીતી ના હોય તેવી સેલ કંપનીઓનો ઉપયોગથી તેમનું ધન છુપાવે છે.