રાજુલા ખાતે વન વિભાગની વર્ષોથી ખાલી જગ્યાએ નવનિયુક્ત આરએફઓ રાજલબેન પાઠકની નિમણુંક થતા બન્ને તાલુકાની જનતા, પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજુલા-જાફરાબાદ તાલુકામાં ૭૦ આસપાસ રાષ્ટ્રની ગૌરવ ગુજરાત અને બાબરીયાવાડનું ગૌરવ એવા સિંહોનો વસવાટ કાયમી ધોરણે રેવન્યુ વિસ્તારમાં પોતાનું ઘર બનાવી લીધુ છે અને દિન-પ્રતિદિન વન વિભાગની મહત્વની પોસ્ટ આરએફઓની વર્ષોથી બહાર છેક બાબરા સુધીથી અહીં ઈન્ચાર્જ જ રહ્યાં છે.
અનેક વખત માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ઉપર લેવલે રજૂઆતોથી હાલ થોડા દિવસ પહેલા નવ નિયુક્ત યુવાન અને ઉત્સાહી અને ખાસ કરીને પ્રકૃતિપ્રેમી રાજલબેન પાઠકની નિમણુંક પોસ્ટીંગ થતા જ પ્રકૃતિપ્રેમીઓ તેમજ રાજુલા-જાફરાબાદ તાલુકાના ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો છે. તેમાં ખેડૂત આગેવાન અને કાગવદર સરપંચ મહીપતભાઈ વરૂના નિવેદનમાં જણાવ્યું છે કે ખેડૂતની એક લાખ રૂપિયાની ભેંસ સિંહ મારણ કરી જાય તો પણ ખેડૂતને વન વિભાગ તરફથી નજીવી રકમ મળે છે તોય સિંહો પ્રત્યે ગર્વ ખેડૂતો ધરાવે છે કે અમારા વિસ્તારમાં સિંહો છે પણ તે સિંહો વન્ય પ્રાણીઓની જાળવણી બાબતે ઈન્ચાર્જ આરએફઓ હોવાથી વન્ય પ્રાણીઓને માટે પીવાના પાણીની નહીવત સગવડ જાવા મળી રહેતી હોય અને કેટલાય સિંહો તરફડી તરફડીને મોતને ભેટ્યાના દાખલાઓ થતા રહ્યાં છે પણ નવનિયુક્ત આરએફઓ ઉત્સાહી પ્રકૃતિપ્રેમી સ્વભાવની વાત જાણ્યા પછી ખૂબ જ હર્ષની લાગણી ખેડૂતો સાથે થઈ રહી છે.