તળાજા નગરપાલિકાની બન્ને બેઠક પર ભાજપની જીત, કોળીયાકની બેઠક પર કોંગ્રેસની જીત

764

કોળીયાક બેઠક પર ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસના ઉમેદવારનો 124 મતે ભવ્ય વિજય
ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની વોર્ડ. નં.4 અને 6 ની પેટા ચૂંટણીની આજે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. આ બન્ને બેઠક અગાઉ પણ ભાજપ પાસે જ હતી. તેથી બન્ને બેઠકો ભાજપે પોતાની પાસે જાળવી રાખી હતી. આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો હતો. જ્યારે કોળીયાક બેઠક પર ભાજપના ગઢમાં ગાબડું પડ્યુ હતું. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે. બે વોર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો આ ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આતશબાજી કરી એક બીજાના મો મીઠા કરી વિજયની શુભેચ્છઓ પાઠવવામાં આવી હતી. ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકાની ખાલી પડેલી બે વોર્ડની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. વોર્ડ નંબર ચાર માં ભાજપના ઉમેદવાર ધરમશીભાઈ વેગડનો 483 મતે ભવ્ય વિજય થયો હતો. એ જ રીતે વોર્ડ નંબર.6 માં ભાજપના ઉમેદવાર રેખાબેન ઉપાધ્યાયનો 469 મતથી ભવ્ય વિજય થયો હતો. ગત રવિવારે થયેલા મતદાન બાદ આજે તળાજા શહેરમાં મામલતદાર કચેરી ખાતે મતગણતરી સવારથી જ હાથ ધરવામાં આવી હતી પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નંબર ચારમાં ભાજપના ઉમેદવાર ધરમશીભાઈ ભેખડની જીત થઈ હતી જ્યારે વોર્ડ નંબર ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 6માં રેખાબેન ઉપાધ્યાયની ભવ્ય જીત થઇ હતી. આ જીતના વધામણા કરવા માટે ભાજપ કાર્યકરો બહોળી સંખ્યામાં એકઠા થયા હતા અને જીતેલા ઉમેદવારોને પુષ્પગુચ્છ આપી તેમજ ફુલહાર પહેરાવી અને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
કોંગ્રેસે કોળીયાકની બેઠક ભાજપ પાસેથી છીનવી

ભાવનગર તાલુકા પંચાયતની ગુંદી કોળીયાકની પેટા ચૂંટણીનું મતદાન ગત રવિવારે હાથ ધરવામાં આવ્યું હતું. જેની મત ગણતરી આજે હાથ ધરવામાં આવતા આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો. આ અગાઉ આ બેઠક ભાજપ પાસે હતી ભાજપના ઉમેદવારનું કોરોનાથી મૃત્યુ નિપજતા આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી. ભાવનગર તાલુકા પંચાયત ગુંદી-કોળિયાક પેટા ચૂંટણીમાં એક બેઠકની મત ગણતરી આજે હાથ ધરવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર યોગેશભાઈ લાડવાનો 124 મતે ભવ્ય વિજય થયો હતો. આ બેઠક કોંગ્રેસે જીતી લેતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોંગી કાર્યકરોએ આતશબાજી કરી એક બીજાના મો મિઠા કરાવી વિજયની ખુશી વ્યક્ત કરી હતી. આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામ્યો હતો. જેમાં આજે મતગણતરી હાથ ધરાતા કોંગ્રેસના ઉમેદવારનો આજે વિજય થયો હતો.

Previous articleનાસતી ફરતી આરોપી ઝડપાઈ
Next articleમહુવાની પારેખ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણી અતર્ગત વાઈલ્ડ લાઈફ ક્વીઝ સ્પર્ધાનું આયોજન