મહારાષ્ટ્રના અમહમદનગરમાં ૬૧ ગામોમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
(એ.આર.એલ.)ન્યુ દિલ્હી,તા.૫
કેરળ સિવાયના રાજ્યોમાં ભારતમાં કોરોનાના કેસ મોટાભાગે કાબૂમાં છે. આમ છતાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં નવા કેસમાં વધારો ચિંતા જનમાવી રહ્યો છે. મહામારીનો પ્રકોપ ઘટતો દેખાતા લોકોમાં બેદરકારી વધી રહી છે અને એક્સપર્ટ્સે પણ ચિંતા વ્યક્ત કરી છે. આ તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા તાજી ચેતવણી આ સંબંધમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ ફરી દેખાતા અહમદનગરના ૬૧ ગામોમાં ૧૦ દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ પાછલા ૪ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ છેઆઇસીએમઆર અને લંડન ઈમ્પીરિયલ કૉલેજના રિસર્ચર્સે એક સ્ટડી કરી છે. જે પ્રમાણે ’રિવેન્જ ટ્રાવેલ’થી ભારતમાં કોવિડ-૧૯ની ત્રીજી લહેરની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે ફેબ્રઆરી અને માર્ચની વચ્ચે કેસમાં ઉછાળો જોવા મળી શકે છે. રિવેન્જ ટ્રાવેલ એટલે પાછલા દોઢ વર્ષમાં ઘરોમાં બંધ લોકો હવે તક મળતા તેનો ફાયદો ઉઠાવવા માગે છે. ફ્લાઈટ્સ અને હોટલ બૂક કરાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસના સ્થળો પર લોકોની ભીડ ઉમટી રહી છે.
આઇસીએમઆરએ કહ્યું કે પ્રવાસીઓ સિવાય સ્થાનિક રહેવાસી અને વહીવટી તંત્રએ પણ જવાબદારી સમજવી જોઈએ. જર્નલ ઓફ ટ્રાવેલ મેડિસિનમાં પાછલા મહિને છપાયેલી સ્ટડીમાં ત્રીજી લહેર પર સ્થાનિક પ્રવાસીઓની અસરનું મૉડલ તૈયાર કરવામાં આવ્યું છે. જેના માટે રિસર્ચર્સે એવું મેથામેટિકલ મૉડલ તૈયાર કર્યું છે જે હિમાચલ પ્રદેશ જેવા લાગતા ભારતના એક કાલ્પનિક રાજ્યમાં શું થશે, તે પહેલી અને બીજી લહેરના આધારે રીક્રિએટ કરવામાં આવશે. રિસર્ચર્સનું કહેવું છે કે બીજી લહેર વધારે ઘાતક હતી પરંતુ તેની અસર ઓછી ભીડવાળા રાજ્યોમાં તેનો પ્રકોપ ઓછો હતો. પ્રવાસ માટે જાણીતા રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશમાં પીક મોડી જોવા મળી હતી.